એકરંગ સંસ્થા દ્વારા દિવ્યાંગ ફેશન શો યોજાયો
એકરંગ સંસ્થાના સ્થાપક સ્વ. કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા શરૂૂ કરવામાં આવેલ એકરંગ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટને તા. 29/01/2025 ના રોજ 24 વર્ષ પૂર્ણ થયા અને 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ દિવસ દરમિયાન સંસ્થાની બધી જ દિકરીઓને એક અલગ જ નવા વર્ષ દરમિયાન સંસ્થામાં ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 દિવ્યાંગ દિકરીઓ અને તેમના માતા આ ફેશન શો માં ઉત્સાહથી ભાગ લીધા હતા. અને તેમાં હાજર રહેલ આમંત્રિત મહેમાન ભાવીશાબેન વ્યાસ (એક્ટર,એન્કર) અને પૂનમબેન તાળા (ફેશન ડિજાઇનર) એ કાર્યક્રમને સફળ બનાવી શુભકામનાઓ પાઠવી છે.
છેલ્લા 14 વર્ષથી સમસ્ત ધર્મ અને જ્ઞાતિની મનોદીવ્યાંગ દિકરીઓ અને બાળકોના સર્વાંગી વિકાસલક્ષી ઘડતર અને આત્મનિર્ભરતા ઉપર સતત પ્રયત્નશીલ અને કાર્યરત એકરંગ સંસ્થાને 24વર્ષની સફળ સફળ સેવાકીય પ્રવુતિ સમાજમાં સન્માન ભેળ સ્થાપના થાય તેવી દરેક સમજે નોંધ લેવા જેવી પ્રવૃત્તિ કરવા બદલ શુભકામનાઓ.
આખી દુનિયા પણ ટુંકી પડે હૈ સાહેબ, જયારે વાત મારી "માં ” ના પ્રેમની આવેએવી જ માં એટલે કે દિપીકાબેન પ્રજાપતિ એક નઈ પણ 125 દિકરીઓને જીવન માં પોતાના પર નિર્ભર કેમ રહેવું અને બધી જ પ્રવૃત્તિમાં આગળ કેમ વધવું એ એક માતૃત્વનું સરોવર બની એક માં ની હૂક આપે છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર દિપીકાબેન અને સમગ્ર એકરંગ પરિવારે જહેમત ઉઠાવી હતી.