For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્ત

12:44 PM May 30, 2025 IST | Bhumika
સંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્ત

અકસ્માત સમયે બસ ડ્રાઇવર મોબાલઇમાં મશગૂલ હતા

Advertisement

લીંબડી-અમદાવાદ હાઈવે પર સંતરામપુર-રાજકોટ રૃટની એસ.ટી. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

રાજકોટ સંતરામપુર રૃટની એસ.ટી બસ અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહી હતી. તે સમયે લીંબડી નજીક ચોરણીયા ના પાટીયા પાસે પહોંચતાં એસ.ટી બસનો ચાલક ચાલુ બસે મોબાઇલમાં મશગુલ થતાં આગળ જઇ રહેલા લોડર ટ્રેકટરને અડફેટે લઈને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસ.ટી બસ સવાર જસવંતકુમાર નથુલાલ, હસમુખભાઈ કરશનભાઈ, ગણપતભાઈ મેલાભાઈ, પ્રશાંતભાઈ હરેશભાઈ, અનિતાબેન કાળુભાઈ, કપિલભાઈ આરુભાઈ, સ્વપનેશભાઈ હસમુખભાઈ, શ્રેયાબેન પરશુરામભાઈ સહિતના મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ અકસ્માતને લઈને હાઈવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement