રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેઘપર પડાણા વિસ્તારમાં જુગાર રમતી બે મહિલા સહિત આઠ ઝડપાયા

11:50 AM Oct 01, 2024 IST | admin
Advertisement

રોકડ સહિત રૂા.4500નો મુદ્દામાલ જપ્ત

Advertisement

જામનગર તાલુકાના મેઘપર પડાણા વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગેના જુદા જુદા ચાર દરોડાઓ પાડયા હતા. જેમાં બે મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 4પ40 કબ્જે કર્યા હતા.લાલપુર તાલુકાના સેતાલુસ ગામ પાસે ગૌશાળાની પાછળ ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમી રહેલ ફાતમાબેન જાકુભાઈ ચામડિયા, રામુબેન કારૂભાઈ ચુડાસમા નામની બે મહિલાને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 430 કબ્જે કર્યા હતાં.

આ ઉપરાંત મેઘપરના મોટી ખાવડી ગામ પાસે આંબાવાડી વિસ્તારમાં રોન પોલીસ નામનો જુગાર રમતા ધીરૂૂભાઈ રણમલભાઈ રૂૂડાચ અને મુકેશ મોતીભાઈ વાજા નામના બે શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 1170 કબ્જે કર્યા હતા. જ્યારે મેઘપર પડાણા ગામે જોગવડ ગામ તરફ જતા રસ્તે માતાજીના મંદિરની બાજુમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 1890 કબ્જે કર્યા હતા. તેમજ પડાણા ગામે તલાવડી વિસ્તારમાં ગંજપના વડે જુગાર રમી રહેલ મુરૂૂભાઈ વીરમભાઈ ઘોડા અને રામજીભાઈ માલાભાઈ મકવાણા નામના બે શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 10પ0 કબ્જે કર્યા હતા.

Tags :
crimegablinggujaratgujarat newsjamanagrnewsjamnaagr
Advertisement
Next Article
Advertisement