રાજકોટમાં જુગારના આઠ દરોડા : 53 શખ્સો ઝડપાયા
માયાણી નગર, ઘંટેશ્ર્વર અને કુવાડવા રોડ સિટી સેલેનિયમ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી 20 મહિલાને જુગાર રમતા પકડી : રૂા. 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરમાં મોટી ટાંકી ચોક, મવડી, ઘંટેશ્ર્વર 25 વારિયા, કુવાડવા રોડ, આજીવસાહત અને માયાણીનગર સહિતના સ્થળોએ જુગારના દરોડા પાડી 20 મહિલા સહિત 53 શખ્સોને ઝડપી રૂા. 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગારમાં પ્રથમ દરોડામાં પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પ્રતિભા કોમ્પલેક્ષના પાર્કીંગમાં જુગાર રમતા ઉપેન્દ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, સોહિલ અબડા, હાજીભાઈ જુણેજા, મયુરસિંહ ઝાલા, સોહમ દેસાઈ અને ભરત આહિરને ઝડપી રૂા. 10,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકડાયેલા છે. બીજા દરોડામાં કુવાડવા રોડ ડીમાર્ટની પાછળ સીટી સેલેનિયમ એપાર્ટમેન્ટ એ વીંગમાં જુગા રમતા સંગીતાબેન કુંજરિયા, સુરેખાબેન રાઉત, રંજનબેન ટુંડીયા, વિપુલ લાખાણી, રંજનબેન અજાણી, બ્રિજેશ બુટાણી, ગીતાબેન લાઠિયા, નિલી ઝાપડા, અને ઉષાબેન જોગીને ઝડપી રૂા. 34,250નો મુદ્દયામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં મવડીના ઉપનગર-1માં દરોડો પાડી જુગાર રમતા દિનેશ ગૌસ્વામી, શક્તિસિંહ ઝાલા, પરબત રજપૂત, મનોહરસિંહ રાજપૂત અનેસુરેશગીરી મેઘનાર્થીને પકડી રૂા. 11,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂના ચોથા દરોડામાં આજીવસાહતમાં ખોડિયાર નગર સેરી નં. 8 માં જુગાર રમતા કિશન, અનિશ ઉર્ફે પનો, જુબેર ઉર્ફે ઢમુ અને રાજેશ ઉર્ફે રાજુને પકડી 19,730નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંચમાં જુગારમાં ઘંટેશ્ર્વર 25 વારિયા પાસે કૈલાશ પાર્ક-1માં વિમલાબેન ગોસ્વામી, ઝરીનાબેન શેખ, કલ્પેશ ડબગર અને દીલશેરખાન મલિકને ઝડપી 21,500નો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો.
માયાણીનગરમાં જુગારનો છઠ્ઠો દરોડો પાડી જુગાર રમતા હંસાબેન લાડ્યા, હંસાબેન કંસારા, લલીતાબેન ભલસોડ, રશ્મિતાબેન ગોહિલ, રીનાબેન રાવત, શોભનાબેન જેઠવા, ચંદ્રીકાબેન ધોકિયા, લતાબેન રાઠોડ, જ્યોતિબેન કંસારા અને શાંતાબેન ભરડવા અને ચંપાબેન ધોકિયાને પકડી રૂા. 10,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાતમા દરોડામાં સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં જુગાર રમતા મનીષગીરી ગોસાઈ, વિપુલ ગૌસ્વામી, નિકુંલ, ભાવેશ ચૌહાણ, ચેતન ચૌહાણ, પ્રકાશ લખલાણી અનેગૌતમભાઈ થાનકીને પકડી રૂા. 13,350નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તેમજ અન્ય દરોડામાં રૈયાધાર ચાર માળિયા ક્વાર્ટરમાં જુગારરમતા બહાદૂર વઢવાણિયા, મહેશ પરમાર, ચંદન પરમાર અને રાહુલ સોલંકીને ઝડપી રૂા. 12,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.