રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે: તુષાર સુમેરા

05:12 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં અંતે મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ટીઆરપી ગેમઝોન બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલને ખસેડી દેવાયા બાદ તેમના સ્થાને દેવાંગ દેસાઈની નિમણુંક કરવામાં આવેલ પરંતુ તેમની ઈચ્છા રાજકોટ કોર્પોરેશનમાં ફરજ બજાવવાની ન હોવાનું કારણ રજૂ કરતા સરકારે અંતે કાયમી મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાના નામની જાહેરાત શુક્રવારના રોજ કરી હતી. અને આજે તુષાર સુમેરાએ બપોરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને સારામા સારુ કામ થાય તેવો કોલ શહેરીજનોને આપ્યો હતો.

મહાનગરપાલિકામાં છેલ્લાછ માસથી તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી. અગ્નિકાંડ બાદ જાણે કોર્પોરેશનને એરુ આભડી ગયો હોય તેમ તમામ વિભાગ નિષ્ક્રિય થઈ ગયેલ ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવેલ પરંતુ થોડા સમયમાં જ દેવાંગ દેસાઈએ રાજકોટ કમિશનર તરીકે પોસ્ટની અનિચ્છિા દર્શાવતા ગત શુક્રવારે સરકારે કાયમી મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાના નામે જાહેરાત કરેલ અને આજે તેઓની બપોરે વિધિવત ચાર્જ સંભાળી પત્રકારોને જણાવેલ કે, પ્રજાના પ્રશ્ર્નો સંકલન સાથે સારામાં સારી રીતે ઉકેલાય તેવા પ્રયત્ન કરશું અમે લોકોને સાંભળવા માટે જ બેઠા છીએ. અને લોકોને સારામાં સારી સર્વિસ આપી શકીએ તે પ્રકારની ટ્રેનીંગ અમને આપવામાં આવતી હોય છે. આથી ટીમ સાથે સંકલન કરી તમામ કામો સારી રીતે પાર પાડશું મને અર્બન ડેવલપમેન્ટનો પાંચ વર્ષનો અનુભવ હોવાના કારણે કામ કરવામાં સરળતા રહેશે. આજે હું સર્કિટ હાઉસ ખાતે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હું અભ્યાસ કરતો તે સ્કૂલ આવેલ આથી જૂના સંભારણા વગોડ્યા હતાં. સ્કૂલથી બસમાં જતી વખતે કોર્પોરેશનની કચેરી વચ્ચે આવતી ત્યારે જ આઈએસઆઈ બનવાનું સપનું આજે પૂર્ણ થયું છે અને સદભાગ્યે રાજકોટ કોર્પોરેશનના કમિશનર તરીકે ચાર્જ મળ્યો છે. જેના લીધે ગર્વ અનુભવું છું.

કોર્પોરેશનમાં ફરજ બજાવતી વખતે અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેવા પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે, હજુ તો ચાર્જ સંભાળ્યાને અડધો કલાક થયો છે. પરંતુ તમામ વિભાગગના અધિકારીઓ અને સ્ટાફ સાથે તથા પદાધિકારીઓ સાથે સંકલન કરી પડકારો સમાન કામો સરળતાથી ઉકેલાય તેવા પ્રયત્નો કરશું. સાથો સાથ લોકોને ઉપયોગી હોય તેવા કામોને પ્રાયોરીટી આપી સારુ પરફોમન્સ આપવા માટે શહેરીજનોની સાથો સાથ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સહકાર મેળવી એક ટીમ તરીકે કામ કરશું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTushar Sumera
Advertisement
Next Article
Advertisement