શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડ
પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ
જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા ખાનગી શાળાના સંચાલકો; કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે આવેદન અપાયું
રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓએ દ્વારા ડીઇઓ કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ સ્પષ્ટ પરિપત્રનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને વિદ્યાર્થીઓને યુનિફોર્મ,પુસ્તકો,સ્કૂલ બેગ-શૂઝ જેવી સ્ટેશનરીએ લગતી વિવિધ પ્રકારની વસ્તુઓ ચોક્કસ જગ્યા પરથી લેવા મજબૂર કરતા હોવાનુ સામે કોંગ્રેસના ધ્યાને આવતા આજે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે પુરાવા સહિત જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. જીલ્લા શિક્ષણ વિભાગની કચેરીએ કરેલા પરિપત્ર મુજબ કોઈપણ ખાનગી શાળા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળેથી (દુકાન, મોલ કે સ્ટોર) પુસ્તક કે યુનિફોર્મ કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે મજબૂર (ફરજ) કરી શકતી નથી.
દરેક વાલીઓએ પોતાના બાળક માટે બજારમાંથી પોતાની સગવડ મુજબ પસંદગીના વેચાણકર્તા પાસેથી પુસ્તક કે ડ્રેસ ખરીદી શકે છે અને એ હક્ક તેમને સરકાર તરફથી અપાયો છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળના કહેવાતા મુખ્ય 5-6 આગેવાનોએ એકએજ્યુ મોલ ઉભો કર્યો છે જેથી સેલ્ફ ફાઇનાઇન્સ સ્કૂલોના એશોશિયનનો સભ્યસદો સ્કૂલોનો ઉપયોગ કરીને તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને યુનિફોર્મ,બુક્સ,બેગ,શૂઝ જેવી વસ્તુઓ અહીથી જ ખરીદવા માટે સૂચનાઓ અને સર્ક્યુલરો અપાવીને કરોડો રૂૂપિયા કમાવવાના માટેનુ સંશાધન ઊભું કર્યું છે તેવા આક્ષેપો કર્યાછે.
રાજકોટની અનેક ખાનગી શાળાઓએ આ તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે ખાસ સર્ક્યુલર જે વિદ્યાર્થીઓને આપવામા આવ્યુ છે.મોટાભાગની શાળાઓએ એજ્યુમોલમાંથી ખરીદી કરવા સૂચના આપી છે તો અમુક સ્કૂલોએ લિબર્ટીનામની એજન્સીમાંથી ખરીદી કરવા સૂચના આપી છે.
શાળા એ વિદ્યાનુ મંદિર છે અને શિક્ષકો (સંચાલકો)એ ગુરુનો દરજ્જો આપવામા આવ્યો છે ત્યારે રાજકોટના અનેક સંચાલકો પોતાના બાળકોને કમાવાનુ સંસાધન સમજીને દરેક બાબતોમા કમિશન ગટગટાવવા માટે બાળકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તે ખૂબ જ શરમજનક બાબત છે અને આવા પ્રકારની પ્રવૃતિઓ અટકાવવી જરૂૂરી બને છે. એજ્યૂમોલની માલિકીમાં કેટલીક ખાનગી શાળાના ટ્રસ્ટી કે જેમાં જીનીયસ સ્કૂલના ડી.વી.મહેતા, મોદી સ્કૂલના રશિમકા મોદી, સર્વોદય સ્કૂલના ભરત ગાજીપરા, મહાત્મા ગાંધી સ્કૂલના જીમીલ પરીખ સંચાલક હોય એવો આક્ષેપા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યા હતા.
સ્કૂલ સંચાલકોની શિક્ષણના નામે વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવવા માંડતા રાજકોટમા આવેલ યુનિફોર્મ,સ્ટેશનરીઓને લગતા 700 થી વધુ વેપારીઓના રોજગાર ધંધાઓ ઠપ્પ થયા છે. રાજકોટના અમુક વેપારી સ્કૂલ સંચાલકોના કૃત્યના કારણે અનેક પરિવારોના પેટ ઉપર તરાપ મારવી તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય છે. નાના વેપારીઓ વિદ્યાર્થીઓને આ તમામ વસ્તુઓ સસ્તી અને સારી ગુણવતાની આપતા હતા પરંતુ હવેથી વિદ્યાર્થીઓને મજબૂરીમા સંચાલકોની મનમાની મુજબના ભાવોથી ખરીદી કરવી પડે તે પ્રથા સદંતર બંધ થવી જોઈએ તેવી કોંગ્રેસ માંગ કરી છે.
આ ઉપરાંત કોંગ્રેસ રાજકોટના એજ્યુમોલના પરોક્ષ રીતે રહેલ માલિકોની સ્કૂલોની માન્યતાઓ રદ કરવામા જે શાળાઓએ વાલીઓને ચોક્કસ મોલ કે સ્ટોરે થી ખરીદી કરવા સૂચન કે સર્ક્યુલર મોકલામા આવ્યા તે સ્કૂલો પર તાકીદે કડક કાર્યવાહી કરવા, વાલીઓ માટે સરકારી ધોરણે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરવું કે તેમને કોઈ પણ વેચાણકર્તા પાસેથી સામાન લેવા મજબૂર ન કરવામાં આવે અને તેમની સાથે થતો આર્થિક શોષણ બંધ થાય તેમજ આવી પ્રવૃત્તિઓ અટકાવવા મટેઇન્સપેક્શન આપની કક્ષાએથી સરપ્રાઈઝ ચેકિંગ અને પેરન્ટ્સ હેલ્પલાઇન શરૂૂ કરવામાં આવે. રોહિતસિંહ રજૂઆતની અંતમાં જણાવ્યું હતું કે આ ગંભીર બાબતોને ધ્યાને લઈને તમામ મુદે કાયદેસરની કડક કાર્યવહી કરવામા આવે અન્યથા કોંગ્રેસની ટીમ આવનારા સમયમા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચિમ્મકી ઉચ્ચારી હતી.
અગાઉ ગેરકાયદે છાપરા વાળી તપાસની જેમ આ વખતે પણ ફીંડલુ વાળી દેવાશે?
થોડા સમય અગાઉ ટીઆરપી ગેમઝોન બાદ ખાનગી સ્કૂલો ઉપર ગેરકાયદે સ્ટ્રક્ચર મુદ્દે તંત્રને રજૂઆત કરાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો હોવા છતાં ડીઈઓ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરીને ઠોસ પગલા લેવાની જગ્યાએ તપાસનું ફીંડલું વાળી દેવાયું હતું. દર વર્ષે સ્કૂોના વેકેશન ખુલે તે પહેલા ડીઈઓ ખાલી પરિપત્ર બહાર પાડીને સંતોષ માની લે છે આ વખતે પણ આવી જ રીતે તપાસ પુરી થઈ જાય છે. કે પછી કોઈ ઠોસ પગલા લે છે તે જોવાનું રહ્યું છે.
એજ્યૂમોલના માલિકના ‘પપ્પા’ છે સ્વનિર્ભર શાળા સંચાક મંડલના પ્રમુખ!
નાના મવા રોડ પર આવેલ એજ્યૂમોલ માંથી અલગ અલગ પાંચ જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી-યુનિફોર્મ ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. એજ્યૂમોલ કંપનીના કંપની રજીસ્ટ્રેશનના ડેટા પ્રમાણે જય ધર્મેન્દ્ર મેહતા અને શ્રીકાંત વનુભાઈ તન્ના એમ બે પાર્ટર છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાના પુત્ર જય માલિક હોય એજ્યુમોલ પાસે સરતાથી કાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ફરજિયાત ગ્રાહક તરીકે મોકલી દે છે.