શૈક્ષણિક સંસ્થાઓને 15 મીટર ઊંચાઇ સુધી ફાયર NOCમાં રાહત
સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, 15 મીટરથી વધુ હાઇટ ધરાવતી બિલ્ડિંગો માટે ગઘઈ ફરજિયાત : સૌરાષ્ટ્રની 30 હજારથી વધુ શાળાને મળશે ફાયદો
આંધ્રપ્રદેશ કોર્ટમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક દ્વારા ફાયર NOC ને લઈને કેસ કરવામાં આવ્યો હતો. જે બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે દરમિયાન 10 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું કે, 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ઇમારતો પર કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્રીય મકાન સંહિતા, 2016 મુજબ ફાયર વિભાગ એનઓસી મેળવવાની જરૂૂર નથી.
જોકે, ભારત સરકાર દ્વારા આ બાબતનો પરિપત્ર થવાનો બાકી છે, ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતમાં અમલવારી થતા રાજ્યની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ મળી 1 લાખ જેટલી સ્કૂલો અને 56 યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને ફાયદો થશે. આ નિયમ લાગુ પડ્યા બાદ દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે જે 15 મીટર કે તેથી ઓછી ઊંચાઈ ધરાવતી હોય તો તેઓને ફાયર NOC માથી મુક્તિ મળશે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશ કાનગડે જણાવ્યું હતું કે, હાલ જીડીસીઆરના નિયમ મુજબ 9 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એનઓસી લેવું ફરજિયાત છે. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા 10 સપ્ટેમ્બરે આપવામાં આવેલા ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓનું બિલ્ડીંગ હોય તો જ ફાયર એનઓસી લેવું ફરજિયાત છે. આ ઉપરાંત નેશનલ બિલ્ડીંગ કોડ જે વર્ષ 2016માં બન્યો છે તેમાં પણ આ જ નિયમ છે.
તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે.
સાંપ્રત સમયમાં ફાયર વિભાગની કામગીરીમાં ખૂબ જ વધારો થયો છે. 15 મીટર સુધીની ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગ હોય અને આગ લાગે તો 100 ટકા બચી શકાય છે. શાળાઓ દિવસના સમયમાં ચાલતી હોય છે ત્યાં આ પ્રકારની ઘટના લગભગ ક્યાંય બની નથી. જેથી સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે જેને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સમગ્ર શિક્ષણ જગત આવકારે છે. શાળા અને કોલેજોને ટાંકીને સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર NOC એ કાગળનું સ્વરૂૂપ છે. તેને આપણે ખૂબ જ મોટું મહત્વ આપી દીધું છે. શાળાઓમાં સમયાંતરે ફાયર મોકડ્રીલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને અન્ય સ્ટાફને પણ માહિતગાર કરીએ છીએ કે આગ લાગે તો કઈ રીતે તેને બુઝાવવી. 98% શાળાઓમાં ફાયરના સાધનો છે પરંતુ 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળા-કોલેજોને ફાયર એનઓસી ન મેળવવી પડે તે ખૂબ જ મોટી રાહત છે.
તેમણે અંતમા જણાવ્યું હતું કે, 95 ટકા શાળાઓમાં ફાયર એનઓસી લાગેલા છે પરંતુ હવે નવા વર્ષથી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર દ્વારા નિયમ પાલન કરવામાં આવતા શૈક્ષણિક સંસ્થાઓને ખૂબ જ મોટી રાહત થશે. કારણકે ઉદાહરણરૂૂપે વાત કરીએ તો 10,000 ફૂટનું બિલ્ડીંગ હોય તો ફાયર NOC માટે રૂૂ. 7 લાખ જેટલો ખર્ચ આવે છે. સુપ્રીમ કોર્ટના નવા ચુકાદાનો લાભ ગુજરાતની 55000 થી વધુ ખાનગી શાળાઓને મળશે.