For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સા.કુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર

11:22 AM Oct 01, 2024 IST | Bhumika
સા કુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર
Advertisement

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા સાવરકુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમની મુલાકાત લેવામાં આવી અને આ સેવાને અનમોલ ગણાવી સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર પાગલ આશ્રમમાં છેલ્લા 12 વર્ષથી ભક્તિ બાપુ દ્વારા મનોરોગીઓની વિનામૂલ્ય સેવા કરવામાં આવે છે જે બાબતની માહિતી મળતા ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર દ્વારા મુલાકાત લેવામાં આવી ભક્તિ બાપુ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે મંત્રીએ પણ ભક્તિ બાપુને ફુલહાર પહેરાવી અને વંદન કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ હાલમાં 58 જેટલી વિવિધ રાજ્યોની મનોરોગી બહેનોની સાથે વાતચીત કરી મુલાકાત લીધી તેમ જ માનવ મંદિર પરિસરની મુલાકાત લીધી બહેનોને જ્યાં રહેવાનું છે તે હોસ્ટેલની મુલાકાત લીધી અને અહીં આવેલ ગૌશાળા પણ નિહાળી ભક્તિ બાપુ પાસેથી અને મનોરોગી દીકરીઓ સાથેની વાતચીત દ્વારા મંત્રીને આ સેવા વિશે જાણકારી મળી અત્યાર સુધીમાં 124 જેટલી મનોરોગી બહેનો સાજી થઈ સમાજમાં પુન:સ્થાપિત થઈ છે.

તેમજ અહીંયા કોઈ ફી લેવામાં આવતી નથી કે કોઈ ફાળો કરવામાં આવતો નથી માત્ર સેવકોના. દાનથી આશ્રમ ચાલે છે તે વાત સાંભળી અને મંત્રી ખૂબ જ આ સેવાથી અભિભૂત થયા અને સરકાર પાસેથી કોઈપણ પ્રકારની આ મનોરોગી દીકરીઓ માટેની મદદ મળતી ન હોય તેમણે સરકારમાંથી આ આશ્રમને મદદ મળે તે માટેની પણ બાપુ સાથે વાતચીત કરી હતી તેમજ આ મુલાકાતમાં અમરેલીના ડોક્ટર ભરતકાનાબાર તેમજ સાવરકુંડલા અને અમરેલીના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બોરીસાગર નું પણ મંત્રીએ સન્માન કર્યું હતું ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ તેમજ શિક્ષકોએ મંત્રીનું સ્વાગત કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement