શિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેન
ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જંયતિના ભાગરૂૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ ક્લ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત લાઈવ વેબિનારનું આયોજન કરાયું હતું. આ વેબીનારમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ વધારવા બાબાસાહેબના સુત્ર-શિક્ષીત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ચરીતાર્થ કરવા પ્રેરાય તે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ ક્લ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ આ વેબીનારમાં જોડાઈને વિદ્યાર્થીઓને શિક્ષિત બનવા પ્રેરણા પૂરી પાડી હતી અને રાજયની વિવિધ શૈક્ષણિક યોજનાની ટુંકી માહિતી આપતાં જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે બાળકોની ચિંતા કરી હતી અને શાળા પ્રવેશોત્સવ શરૂૂ કરાવીને શાળાએ બાળક આવે તે માટે ઘરે ઘરે જઈ માતા-પિતાને સમજાવી બાળકને શાળાએ લઈ આવ્યા હતા અને આ શાળા પ્રવેશોત્સવની ભેખ થકી આજે ગુજરાતનું શિક્ષણ ઊચું આવ્યું છે. આ વેબિનારમાં વીર નર્મદ યુનિર્વસિટીના વાઈસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા રજિસ્ટ્રાર ડો. આર.સી ગઢવી, પ્રોફેસર ડો. જયદિપ ચૌધરી એસ.સી/એસ.ટી સેલ), આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હિનાબેન મકવાણા (એસ.સી/એસ.ટી સેલ)તથા સોશ્યલ મિડિયા મારફત જોડાયેલા વિદ્યાર્થીઓ, પ્રોફેસરઓ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ વેબિનાર અંતર્ગત આર.બે.ખેર, સંયુકત નિયામક અનુસૂચિત જાતિ ક્લ્યાણ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાની વિગતવાર માહિતી પુરી પાડી હતી.