For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશે

03:50 PM Jun 09, 2025 IST | Bhumika
શિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશે

Advertisement

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની DEO કચેરીઓ ખાતે 10 નવી નોડલ કચેરીઓ શરૂૂ કરવા માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-2ના 10 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે અને હાલ પુરતી નોડલ કચેરીઓ જે-તે જિલ્લાની ડીઈઓ કચેરીમાં જ કાર્યરત રહેશે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સીધા સંપર્કમાં રહી વર્ગ-2ના અધિકારીઓ કોલેજોમાં નિરીક્ષણ કરી શકશે.

આ નોડલ કચેરીઓ DEO -ડીપીઈઓની માફક કોલેજોનું મોનિટરિંગ કરી તેનો અહેવાલ સીધો ઉચ્ચ શિક્ષણ વિભાગને સુપ્રત કરશે. રાજ્યની કોલેજો જે-તે યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય છે પરંતુ તેનું સીધુ મોનિટરિંગ કરવા શિક્ષણ વિભાગના કોઈ અધિકારીઓ કાર્યરત નથી. જેવી રીતે સ્કૂલોના સંચાલન-મોનિટરિંગ, ઈન્સ્પેક્શન માટે તમામ જિલ્લાઓમાં DEO , ડીપીઈઓ અને શાસનાધિકારીની કચેરીઓ ઉપલબ્ધ છે. એ રીતે જ કોલેજોનું મોનિટરિંગ થઈ શકે એ માટે તમામ જિલ્લાઓમાં નોડલ કચેરી શરૂૂ કરવા- નિર્ણય કરાયો છે.

Advertisement

આ કચેરીમાં શિક્ષણ સેવા વર્ગ-2ના 1 અધિકારી અને 1 કમ્પ્યુટર ઓપરેટર ઉપલબ્ધ કરાશે. પ્રાથમિક તબક્કે રાજ્યમાં કુલ 10 કચેરી શરૂૂ કરવાનો નિર્ણય લેવાયો છે. વિભાગના ઠરાવથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે 10 નવી નોડલ કચેરી શરૂૂ કરવા માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ-2ની 10 નવી જગ્યા ઉભી કરવા વહીવટી મંજૂરી અપાઈ છે. વિભાગ દ્વારા શિક્ષણ સેવા વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને હાલની ફરજો ઉપરાંત વધારાના હવાલા તરીકે ચાર્જ સોંપાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement