For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એલસીમાં નામ બાદ સરનેમ લખવા શિક્ષણ વિભાગનો પરીપત્ર

11:23 AM Jun 10, 2025 IST | Bhumika
એલસીમાં નામ બાદ સરનેમ લખવા શિક્ષણ વિભાગનો પરીપત્ર

તમામ દસ્તાવેજોમાં નામની એકરૂપતા જાળવવા લેવાયેલો નિર્ણય: નવા સત્રથી અમલવારી

Advertisement

ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જૂન 2025 થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળકોને આપવામાં આવતા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અને નવા પ્રવેશ લેતા બાળકોના જનરલ રજિસ્ટરમાં હવેથી બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો પડશે.

આ નિર્ણય APAAR IDની કામગીરી અને આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગની ચાલી રહેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તમામ દસ્તાવેજોમાં નામની એકરૂૂપતા જળવાઈ રહે. ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પણ જન્મ અને મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, ત્યાર પછી મિડલ નેમ (એટલે કે પિતા/માતા અથવા પતિનું નામ) અને છેલ્લે અટક લખવાની રહેશે.

Advertisement

અગાઉ આ પ્રકારની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધારકાર્ડમાં પોતાની રીતે નામ કે અટક લખાવતા હતા. આના કારણે સરકારને આઈડી અપડેટ કરવામાં અને ડેટા લિંક જનરેટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે હવેથી તમામ દસ્તાવેજોમાં નામ લખવાની એકસરખી પેટર્ન લાગુ કરવામાં આવી છે.

આ નવા નિયમો હેઠળ, બાળકના પિતા અને માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી મહાનગર પાલિકાઓ દ્વારા ઇશ્યુ થતા જન્મ મરણના પ્રમાણપત્રોમાં નામ અને સરનેમ પહેલાં લખવા મામલે ઊભી થતી મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે. આને પયુનિફોર્મ સિવિલ કોડથની જેમ પયુનિફોર્મ નામકરણ પોલિસીથ તરીકે પણ જોઈ શકાય છે.
જન્મ મરણના કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રમાણપત્ર માટે ઈ ઓળખ ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેનું URL crs.guj.nic.in છે. જેના આઈડી પાસવર્ડ જે તે જિલ્લાના NIC ઓફિસર આપશે. બાળકના જન્મના 21 દિવસ પછી જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેવું ફરજિયાત છે. આ નિયમોનો હેતુ દસ્તાવેજોમાં એકરૂૂપતા અને પારદર્શિતા લાવવાનો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement