For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ

12:06 PM May 31, 2025 IST | Bhumika
મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો  વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ

મોરબી જિલ્લામાં વેકેશનમાં સ્કૂલો ખુલી રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓની રજૂઆત શૈક્ષણિક કાર્ય બંધ કરવા યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી શું મોરબી જિલાની સ્કૂલો વેકેશન દરમિયાન ચાલુ હતી કે કેમ? જો સ્કૂલો ખરેખર ચાલુ હોય તો મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ ભર નિંદ્રામાં હતું કે કેમ? શું જિલ્લા શિક્ષણ વિભાગ યોગ્ય તપાસ કરી નીતિ નિયમને નૈવે મુક્તિ સ્કૂલો સામે કડક કાર્યવાહી કરશે કે કુરડીમાં ગોળ ભાંગશે?

Advertisement

મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરીપત્રનો ઉલાળીયો કરીને અપાઈ છે બંધ બારણે શિક્ષણ! સ્કૂલો ચાલુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું.

નનામાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આપણા શહેરમાં આવેલી ઘણી શાળાઓ વેકેશન દરમિયાન ચાલુ કરવામાં આવી છે અમારે અમારા બાળકો સાથે વેકેશન દરમિયાન વતન જવાનું હોય શાળા ચાલુ થતા હોય તે સતત હાજર રહેવા ફોન આવે છે અને અમારા બાળકોનો અભ્યાસ પણ બગડે છે એવું પણ કહેવામાં આવે છે કે જો હાજર નહીં રહો તો સ્કોલરશીપ બંધ થઈ જશે વહેલાસર યોગ્ય કરવાની વિનંતી નહિતર વાલી મંડળ કોર્ટમાં કેસ કરવાની ફરજ પડશે તેવું પત્ર માં જણાવવામાં આવ્યું છે જેની નકલ મુખ્યમંત્રી કાર્યાલય શિક્ષણ મંત્રી તેમજ પ્રેસ મીડિયા ને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે આ પત્ર માં કોઈ નું નામ કે સરનામું લખવામાં નથી આવ્યું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement