ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

100 કરોડના સાયબર ફ્રોડના મામલે ઇડીના સુરત, મુંબઇ, અમદાવાદમાં દરોડા

04:47 PM Jun 25, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત પોલીસે આઠ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી

Advertisement

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ-નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતાં. આ સિવાય મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઈડીએ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.

ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી. જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, USDT ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી બનાવટી નોટિસ જેવી છેતરપિંડી આચરી લોકો પાસેથી રૂૂ. 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડના આરોપીઓએ ડમી કેવાયસી ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતાં. લોકો સાથે છેતરપિંડી કરી આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં હવાલા અને આંગડિયા મારફત આ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું. જેના માટે તેઓએ વિદેશ રૂૂ. 100 કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા છે.

Tags :
Ahmedabadcyber fraud caseED RAIDgujaratgujarat newsMumbaisurat
Advertisement
Next Article
Advertisement