For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સહિત દેશના 24 શહેરોમાં મની લોન્ડરીંગ કેસમાં ઇડીના દરોડા

01:36 PM Jun 12, 2025 IST | Bhumika
અમદાવાદ સહિત દેશના 24 શહેરોમાં મની લોન્ડરીંગ કેસમાં ઇડીના દરોડા

વડાપ્રધાનનો ફોટો વાપરી ધોલેરા સ્માર્ટ સીટીમાં રોકાણના નામે 70 હજાર લોકોને 2700 કરોડનો ધુંબો મારનાર કંપની પર સકંજો

Advertisement

આજે સવારે ઇડીની ટીમે અલગ અલગ ચાર રાજયોના 24 શહેરોમાં દરોડા પાડયા છે. રાજસ્થાનના નેકસા એવરગ્રીન નામના પ્રોજેકટમાં અનેક આર્મી અને પોલીસ કર્મચારીઓના કરોડો રૂપિયાનું રોકાણ કરાયું હતું. જેમાં કુલ 2700 કરોડ જેટલી છેતરપીંડી નોંધવામાં આવી હતી અને કુલ 103 એફઆઇઆર દાખલ કરાઇ છે. તેના સંદર્ભે અમદાવાદ, જયપુર, સિકર, જોધપુર સહીતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ પ્રોજેકટમાં રોકાણ કરનારાઓને ગુજરાતના ધોલેરામાં રોકાણ કરવાના નામે ખંખેરવામાં આવ્યા હતા. ગુજરાતના પણ અનેક લોકોની સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. આ કૌભાંડના આરોપીઓની તપાસ શરૂ કર્યા બાદ ઇડીએ 48 કરોડ રૂપીયાની 537 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમણે 14 મહીનામાં રોકાણકારોને પૈસા ડબલ થવાની લાલચ આપી હતી અને વડાપ્રધાનના ફોટાનો ઉપયોગ કરીને ધોલેરા સ્માર્ટ સીટીમાં રોકાણ કરવાની આડમાં મોટી રકમ વસુલ કરી હતી બાદમાં ફરાર થઇ ગયા હતા.

Advertisement

આ પ્રોજેકટમાં રોકાણ કરનારાઓને ખાત્રી આપવામાં આવી હતી કે 14 મહીનામાં તેમને રોકાણના બદલામાં ફલેટ, જમીન અથવા તો ઉંચા વ્યાજ સાથે પૈસા પાછા આપી દેવામાં આવશે. પરંતુ કુલ 70 હજાર લોકો સાથે આવી છેતરપીંડી કરાઇ હતી જેની તપાસ ઇડી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અલગ અલગ ચાર રાજયોના 24 શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement