વકફ બોર્ડની મિલકત સંદર્ભે 10 સ્થળે EDના દરોડા
સલીમખાન અને શરીફખાનના કબજાની કાચની મસ્જિદ, સના-7 બિલ્ડિંગ, ખેડા ફાર્મહાઉસ સહિતના સ્થળોએ તપાસ, શરીફખાન અખઈ વિપક્ષી નેતાના કાકા
અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ઈડી (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે 6 મેના રોજ વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે ઈ ડિવિઝન એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ઇડી દ્વારા સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેને લઇને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ જુમ્માખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.
જમાલપુર વકફ બોર્ડની જમીન પચાવી પાડવા મામલે સલીમખાન પઠાણના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સલીમખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શરીફખાન પઠાણ નવાબ બિલ્ડર્સના નામે બિલ્ડીંગ ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. દાણીલીમડા ખાતે આવેલા વ્હાઇટ હાઉસ ખાતેના શરીફ ખાનના ઘરે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મિલકતો દસ્તાવેજો વગેરે અંગેની તપાસ શરીફખાનના ઘરે કરવામાં આવી રહી છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે. 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટી તરીકે વકફ બોર્ડમાં રજૂ કર્યું હતું. વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદ ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ પાંચેય જણાએ ભેગા મળીને ટ્રસ્ટી ન હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.