For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં ઇડીની એન્ટ્રી, મની લોન્ડરિંગ પણ થયું હોવાની શંકા

03:54 PM Dec 13, 2024 IST | Bhumika
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં ઇડીની એન્ટ્રી  મની લોન્ડરિંગ પણ થયું હોવાની શંકા
Advertisement

PMJAY યોજનામાં 1500 ઓપરેશન કર્યા છતાં ઓડિટ રિપોર્ટમાં ખોટ દર્શાવી

Advertisement

અમદાવાદ શહેરની બહુચર્ચિત અને કુખ્યાત બનેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલાં બે લોકોના મૃત્યુ બાદ સત્તાવાર રીતે શરૂૂ કરાયેલી તપાસના અંતે હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ દાખલ થયું છે. આ હોસ્પિટલના કૌભાંડમાં સંડોવાયેલા કેટલાંક આરોપીઓએ મની લોન્ડરિંગ કર્યું હોવાની આશંકાએ ઇડીએ તેઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ(ઇસીઆઇઆર) એટલે કે ફરિયાદ નોંધી છે.

ક્રાઇમ બ્રાન્ચના ટોચના સૂત્રોએ નવગુજરાત સમયને જણાવ્યું હતું કે ઇડીના અધિકારીઓએ ગુરુવારે રાત્રે તપાસ શરૂૂ કરી હતી અને ફરિયાદ નોંધી હતી. અમે ખ્યાતિ હોસ્પિટલના વર્ષ 2012 થી 2024 સુધીના તમામ એકાઉન્ટના ઓડિટ રિપોર્ટની નકલ ઇડીના અધિકારીઓને પૂરી પાડી છે. ઇડી આ કેસમાં મની લોન્ડરિંગના મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે એમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડી હોસ્પિટલે છેલ્લા ત્રણ વર્ષમાં 3800 જેટલા ઓપરેશન હાથ ધર્યા હતા અને સંખ્યાબંધ દર્દીઓની મેડિકલ સારવાર કરી હતી. ગત વર્ષે આ હોસ્પિટલે પીએમજય યોજના અંતર્ગત 1500 લોકોના ઓપરેશન કર્યા હતા તેમ છતાં આશ્ચર્ય તો એ વાતનું છે કે હોસ્પિટલે ગત વર્ષના ઓડિટ રિપોર્ટમાં હોસ્પિટલને નુકસાન થયું હોવાનું દર્શાવ્યું હતું.

તપાસ કરનારા અધિકારીઓના કહેવા મુજબ આ ઘટના બાદ ઇન્કમટેક્ષ વિભાગની અમદાવાદની કચેરીના અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે અને તેઓ પણ આગામી એક-બે દિવસમાં તેઓની સ્વતંત્ર તપાસ શરૂૂ કરી શકે છે. બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચે પણ આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરાયેલા ઓપરેશન દરમ્યાન અન્ય ચાર લોકોના થયેલા મોતના કેસમાં તપાસ શરૂૂ કરી દીધી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને અકસ્માતે મોત થયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement