TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO સાગઠિયા સામે તપાસ
રાજકોટના TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી થઈ છે, તત્કાલિન TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલી વધી છે અને EDએ છખઈ પાસે ગુનો નોંધાવા મંજૂરી માંગી છે. મળતી માહિતી મુજબ મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા મંજૂરી માંગી છે. અને સાગઠીયા વર્ગ-1ના અધિકારી હોવાથી આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં ચર્ચા.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તપાસને બહાલી અપાશે, સાગઠિયા વર્ગ 1નો કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે, અને આજે સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપાય તેવી શક્યતા છે, જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાપાલિકાની મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સસ્પેન્ડ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયા સામે મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપવા ઠરાવ મૂકાયો છે. ક્લાસ વન અધિકારી સામે કોઈ પણ કાર્યવાહી પહેલા સ્ટેન્ડિંગની મંજૂરી લેવાની થતી હોય આ દરખાસ્ત ચર્ચામાં લેવાઈ છે. કલમ 4 હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી છે. સાગઠીયા હાલ સસ્પેન્ડ થઈ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમની સામે મની લોન્ડરિંગ પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.
આ ઉપરાંત શહેરના રાજમાર્ગો ઉપર 68 કરોડના ખર્ચે ખાડા રિપેર કરવા, નવા રસ્તા બનાવવા તેમજ પેચવર્ક કરવા સહિતની કામગીરી માટે દરખાસ્ત મૂકાઈ છે. મનપા દ્વારા 3.9 કિમી રસ્તો ફોર વે બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. મુખ્ય રસ્તો રૂૂડા દ્વારા બનાવવાનો છે પણ થોડો ભાગ મનપા હસ્તક હોવાથી તેના માટે દરખાસ્ત આવી છે. કુલ 93 દરખાસ્તો કરવામાં આવી છે જેમાંથી રસ્તા માટે એક કરતા વધુ દરખાસ્તો આવી છે.