જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલા પર ઇ.ડી.નું સર્ચ ઓપરેશન
જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક આહીર અગ્રણી લેન્ડ ડેવલોપર ના બંગલા પર આજે વહેલી સવારથી જ ઇ.ડી. ની ટિમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, અને સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખવામાં આવ્યું છે. જેને લઈને ભારે હલચલ મચી ગઈ છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઇ.ડી. દ્વારા હવાલા કારોબાર સંદર્ભે ઠેર ઠેર દરોડાઑ પાડવામાં આવી રહ્યા છે, અને હવાલા કૌભાંડના મામલે મસ મોટી કાર્યવાહી ચાલી રહી છે, જેના અનુસંધાને એક છેડો જામનગર તરફ લંબાયો છે,
જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા લાલાભાઇ ગોરિયા નામના લેન્ડ દેવલોપર ને ત્યાં આજે વહેલી સવારે ઇ.ડી. ની ટીમ ત્રાકી હતી, અને સ્થાનિક પોલીસની મદદ લેવાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો મદદમાં જોડાયો હતો.
જેની હાજરીમાં ઉપરોક્ત બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને સમગ્ર બંગલાની બારીથી ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે બંગલામાંથી શું મળ્યું છે, તે જાણી શકાયું નથી, અને હાલ લાલાભાઇ ગોરીયા પણ જામનગરમાં હાજર ન હોવાથી ઇ.ડી. ની ટીમ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભવિષ્યવા આ પ્રકારના પણ કોઈ હવાલા કૌભાંડ બહાર આવી શકે તેમ મનાઈ રહ્યું છે.