ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

2700 કરોડ મની લોન્ડરીંગ કેસમાં ઇડીના અમદાવાદ સહિત 24 શહેરોમાં દરોડા

05:41 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

વહેલી સવારથી અમદાવાદ, સિકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુમાં દરોડા

Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળે દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગભગ 2700 કરોડ રૂૂપિયાનો મની લોન્ડરિંગ કેસ છે. આ દરોડા રાજસ્થાનના સિકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુ, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે સંબંધિત છે.

પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા પછી ફ્લેટ, જમીન અથવા ઊંચા દરે તેમના પૈસા પાછા મળશે. આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે ઋઈંછ પણ દાખલ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

NEXA EVERGREENકંપની 17 એપ્રિલ 2021ના રોજ અમદાવાદમાં નોંધાઈ હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદના રેકોર્ડ દર્શાવે છે કે આ કંપની રિયલ એસ્ટેટ કામકાજ માટે નોંધાયેલી હતી. તેના માલિકો સુભાષ બિજારનિયા અને રણવીર બિજારનિયા છે, જે સિકરના પનલાવાના રહેવાસી છે. તેમણે ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે રોકાણના નામે લોકો પાસેથી રૂૂપિયા લીધા હતા. કંપનીમાં બનવારી મહરિયા, ઉપેન્દ્ર બિજારનિયા, લક્ષ્મી સલીમ ખાન, સમીર, દાતાર સિંહ, રક્ષાપાલ, ઓમપાલ અને સાંવરમલનાં નામ પણ સામે આવ્યાં છે.

રણવીર અને સુભાષે માત્ર નેક્સા એવરગ્રીનના નામે જ નહીં, પરંતુ બીજાં ઘણાં નામે પણ કંપનીઓ બનાવી હતી. આ નામે ઘણી બેંકોમાં ખાતાં ખોલવામાં આવ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડી કરનારાઓના HDFC, AU Small, ICICI, Equitas, IDFC સહિત ઘણી બેંકોમાં ખાતાં છે. જે કંપનીઓનાં નામે ખાતાં ખોલવામાં આવ્યાં હતાં તેના માલિકો પણ અલગ અલગ હતા.નેક્સા એવરગ્રીન ઉપરાંત નેક્સા એવરગ્રીન ડેવલપર્સ, નેક્સા એવરગ્રીન બિલ્ડર્સ, નેક્સા એવરગ્રીન ધોલેરા, ધોલેરા બિલ્ડર્સ, ધોલેરા એવરગ્રીન ડેવલપર, એવરગ્રીન બિલ્ડર ડેવલપર, ધોલેરા ડેવલપર જેવી ઘણી કંપનીઓ છે.

ખાસ વાત એ છે કે આ કંપનીઓના અલગ અલગ ડિરેક્ટર હતા. લોકોને છેતરવા માટે, મોટા ભાગના પ્રોજેક્ટ્સ અને કંપનીઓનાં નામ ધોલેરા સિટીનાં નામ પર રાખવામાં આવ્યાં હતાં.ઠગોએ બેંક કરતાં ડબલ વ્યાજનું રિટર્ન, દર અઠવાડિયે ખાતામાં વ્યાજના પૈસા, નવા ગ્રાહક લાવવા પર કમિશન, ધોલેરા શહેરમાં પ્લોટ વગેરે જેવાં વચનો આપીને લલચાવ્યા હતા. જેમણે પણ તેમની યોજના વિશે સાંભળ્યું, તેઓ લલચાયા અને તેમનો ભોગ બન્યા. કંપનીમાં રોકાણ યોજના 50 હજાર રૂૂપિયાથી શરૂૂ થઈ હતી, જે 60 મહિના સુધી જમા કરાવવા પર દર અઠવાડિયે 1352 રૂૂપિયા વ્યાજ તરીકે મળતું હતું. એવી જ રીતે, 1 લાખ રૂૂપિયા જમા કરાવવા પર 2704 રૂૂપિયા મળતા હતા. ધારો કે તમે કંપનીમાં 60 મહિના માટે 50 હજાર રૂૂપિયાનું રોકાણ કર્યું છે.

હવે તમને દર 7 દિવસે તમારા બેંક ખાતામાં 1352 રૂૂપિયા મળવા લાગશે.કંપનીએ 60 અઠવાડિયાં, એટલે કે 14 મહિના સુધી રોકાણ કરવા પર 1352ડ60 = 81 હજાર 120 રૂૂપિયા આપવાનો દાવો કંપની કરતી હતી, એટલે કે 50 હજાર રૂૂપિયા પર 14 મહિનામાં 31 હજાર 120 રૂૂપિયાની કમાણી થઈ. એવી જ રીતે 1 લાખ રૂૂપિયા જમા કરાવવા પર, 14 મહિનામાં 62 હજારથી વધુનું રિટર્ન મળતું હતું.રૂૂપિયાનું રોકાણ કર્યા પછી કંપની અઠવાડિયાના દર મંગળવારે સીધા ખાતામાં રિટર્ન ટ્રાન્સફર કરતી હતી. સોમવારે રાત્રે 12 વાગ્યાથી ખાતામાં રૂૂપિયા આવવાનું શરૂૂ થઈ જતું હતું. સવારે ઊઠીને લોકો ખાતામાં રૂૂપિયા જોતાં જ તેમના ચહેરા પર ખુશી છવાઈ જતી. જ્યારે લોકોમાં આત્મવિશ્વાસ જાગ્યો ત્યારે ઘણા લોકોએ પોતાની જમીન વેચીને કંપનીમાં રૂૂપિયા રોકાણ કરવાનું શરૂૂ કર્યું.

Tags :
AhmedabadAhmedabad newsED RAIDindiaindia newsMoney Laundering case
Advertisement
Next Article
Advertisement