આર્થિક ગુના નિવારણ સેલના પી.આઈ.ને લીવ રિઝર્વમાં મુકાયા, કોન્સ્ટેબલોની બદલી
કારખાનેદારની ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં શહેરની આર્થિક ગુના નિવારણ સેલના પીઆઇ જે.એમ. કૈલા સામે થયેલ આક્ષેપ બાદ આ મામલે પોલીસ કમિશનરે પી.આઈ કૈલાને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે જયારે કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ સેલનો ચાર્જ એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાને સોંપવામાં આવ્યો છે.
જયારે સોની વેપારીનું સોનું પડાવી લેવાના પ્રકરણમાં એ-ડીવીઝન પોલસ મથકમાં બે પોલીસ કોન્ટેબલની જીલ્લા બહાર બદલી કરવામાં આવી છે.કારખાનેદારની ઓડી કાર શો રૂૂમમાંથી બારોબાર આથિક ગુના નિવારણ સેલની ટીમ લઈ ફરિયાદને આપી દીધી હોવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. જે ફરિયાદ સંદર્ભે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી હોય તે પૂર્વે આર્થિક ગુના નિવારણ સેલના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રીઝર્વમાં મૂકી કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.
એક અરજદારને રૂૂપિયાની લેવડ દેવડના મામલે આથિક ગુના નિવારણ સેલમાં કરેલી અરજી બાદ તેને પુછપરછ માટે બોલાવી કલાકો બેસાડી રાખ્યા 23 લાખ રૂૂપિયા ચૂકવવાના છે તેમ કહી તેની ઓડી ગાડી જે રિપેર માટે શો રૂૂમમાં આપી હતી. ત્યાંથી ઓડી ગાડી સામા પક્ષકારને આપી દેવાઈ હોવાનો આક્ષેપ અરજીમાં કયો હતો.આ ઘટના અંગે અરજદારે પોલીસ કમિશનર, ગૃહ વિભાગ અને હ્યુમન રાઇટ કમિશનને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં નહી લેવાતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે હાઈકોર્ટે આવતીકાલે વધુ સુનવણી હાથ ધરવાની છે ત્યારે પીઆઇને લીવ રિઝર્વમાં અને કોન્ટેબલની બદલી કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ સેલનો ચાર્જ એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાને સોંપવામાં આવ્યો છે.
બીજા બનાવમાં સોની વેપારી આપઘાત પ્રકરણમાં એ-ડીવીઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાની છોટા ઉદેપુર અને કિશન આહીરની પંભમહાલ બદલી કરી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.