કોર્પોરેટરોની ફરિયાદનો પડઘો : મેયરે અધિકારીઓ સાથે મીટિંગ યોજી
મહાનગરપલિકામાં પોતાના વોર્ડના કામો કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને સુચવવામાં આવતા હોય છે. અને તે મુજબની દરખાસ્ત તૈયાર કરવાની સુચના અપાતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અધિકરીઓ કોર્પોેટરના કામ કરતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં ગત સ્ટેન્ડીંગમાં આ મુદ્દે સભ્યોએ તડાપીટ બોલાવી અધિકારીઓ માનતા નથી. તેવી ફરિયાદ કરતા શહેર ભાજપ પ્રમુખે આ મુદદ્દે મીટીંગ બોલાવી અધિકારીઓને સુચના અપાશે તેમ જણાવ્યું હતુ ંજે અંતર્ગત આજરોજ મેયરે પદાધિકારીઓને અધિકારીઓ સાથે મીટીંગ યોજી કોર્પોરેટરોએ સોંપેલા કામો તેમજ હાલમાં ચાલુ પ્રોજેક્ટ સહિતના કામોનો હિસાબ માંગ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ.
જે અંતર્ગતગઈકાલે તા.03/02/2025, સોમવારના રોજ સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.2,3,7,13,14,17 કુલ-6 વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં રમેશભાઈ છાયા સભા ગૃહ ખાતે મિટીંગ યોજાઈ હતી.
આ મિટીંગમાંવોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ.જેમાં ખાસ કરીને વોર્ડ વાઈઝ સફાઈ, ન્યુસન્સ પોઈન્ટની સફાઈ, વરસાદી પાણી જમા થવાની સમસ્યા, પાણી વિતરણ પુરતા ફોર્સથી કરવું, ડી.આઈ.નાં કામોની સાથે ડામર રી-કાર્પેટ કરવું, ડ્રેનેજ સફાઈનો કચરો સત્વરે નિકાલ કરવો, સફાઈ કર્મચારીઓનો વિસ્તાર વાઈઝ રી-સર્વે કરવો, ગાર્ડન તથા રોડ ડિવાઈડરની સફાઈ, ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના સમારકામ, વોર્ડ વાઈઝ પ્રગતિ હેઠળના કામો સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા, શહેરમાં બિનજરૂૂરી બેનર દૂર કરવા, ટાઉન પ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર બાંધકામ અંગે અપાયેલ નોટિસો અંગે આગળની કાર્યવાહી કરવી, ફાયર સેફટી અંગે જનજાગૃતિ કાર્યક્રમો કરવા, શહેરમાં મચ્છર અને મચ્છીના ઉપદ્રવ અંગે જાહેર માર્ગો પર ફોગીંગ અને દવા છંટકાવ, રેસકોર્ષ સ્નાનાગાર સમારકામ સત્વરે પૂર્ણ કરવું, કોમ્યુનીટી હોલમાં ફાયર સેફટીના કામો સત્વરે પૂર્ણ કરવા વગેરે બાબતો સંબંધી પદાધિકારીઓએ રીવ્યું કરવામાં આવ્યું અને લગત અધિકારીઓને કામગીરી સત્વરે હાથ ધરવા સૂચના આપવામાં આવી.
આ મિટીંગમાંમેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,કોર્પોરેટર વર્ષાબેન પાંધી, જયશ્રીબેનચાવડા, વર્ષાબેન રાણપરા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નિલેશભાઈ જલુ,નાયબ કમિશનર હર્ષદ પટેલ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્યા, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, વોર્ડ નં.2,3,7,13,14,17ના વોર્ડ એન્જીનિયર, એ.ટી.પી., નાયબ કાર્યપાલક ઈજનેર રોશની, વોર્ડ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી,ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્થિત રહેલ હતા.