ગ્રેવિટી આંક વધતા ગુજરાતમાં ભૂંકપનો ખતરો વધ્યો, નવો સિસ્મિક મેપ જાહેર
દેશમાં 5ને બદલે 6 ઝોન બન્યા ત્યારે ગુજરાત સરકારે પણ GDCR નિયમો બદલવા જરૂરી
ભારત સરકારના બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ તાજેતરમાં IS 1893 ( Part 1): 2025ના 7મા સુધારા સાથે દેશનો નવો સિસ્મિક ઝોન મેપ જાહેર કર્યો છે. અત્યાર સુધી દેશમાં 5 ઝોન હતા. જેમાં હવે ઝોન-6નો ઉમેરો કરાયો છે. જે સૌથી વધુ જોખમી છે. આ ઝોન-6માં સમગ્ર હિમાલય પટ્ટો- જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ અને તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ કરાયો છે પરંતુ ગુજરાતમાં હજુ રાજ્ય સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
આમ છતાં ગુજરાતના વિસ્તારો માટે ગ્રેવિટી આંક g (Gravity) અર્થાત ધરતીકંપ સમયે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી થતી જમીન હલનની તીવ્રતા, કે જે જી ફોર્સ તરીકે મપાય છે, તેનો વધારો કરવામાં આવતા ભય વધ્યો છે તેમ મનાય છે. બીજી તરફ, આશાસ્પદ બાબત એ પણ છે કે, રાજ્યનો કોઈ પણ ભાગ ઝોન-6માં સામેલ કરાયો નથી. આમ છતાં 2026માં જ્યારે સરકાર આ નવા સિસ્મિક ઝોનના નકશાને અમલી માનશે ત્યારે લ પરિબળને ધ્યાનમાં લઇ રાજ્યના જીડીસીઆર અને બાંધકામના નિયમો વધુ કડક બનાવે અને તેના કારણે બાંધકામ ખર્ચમાં વધારો થશે તે ચોક્કસ મનાય છે.
નવા સિસ્મિક ઝોન મેપ મુજબ, કચ્છ જિલ્લો અગાઉની જેમ જ ઝોન-5માં અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢનો કેટલોક વિસ્તારો ઝોન-4 પણ ઝોન-4માં રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, ખેડા, વડોદરા, ભરુચ, સુરત, વલસાડ, નવસારી ઝોન-3માં રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓ ઝોન-3 અને ઝોન-4માં સામેલ થશે. જેના કારણે હિમાલય પટ્ટાનો ઝોન-6માં સમાવેશ કરાયો છે, આ એવો વિસ્તાર મનાયો છે કે જ્યાં મેગ્નિટ્યુડ 8.5 નો ભૂકંપ આવવાની સંભાવના ગણવામાં આવી છે. ગુજરાતમાં કચ્છની નીચે જે એક્ટિવ ફોલ્ટ લાઇન છે. તેની ક્ષમતા મેગ્નિટ્યુડ 8.0 સુધીની ગણવામાં આવે છે પણ 8.5 ની સંભાવના નહિવત્ છે એટલે ગુજરાતને ઝોન-6માં સમાવેશ કરાયો નથી.
આ નવા IS 1893 (Part 1): 2025માં ઝોન ફેક્ટર (Z)ના મૂલ્યોમાં થોડો ફેરફાર થયો છે અને એટલે હવે ડિઝાઇન સ્પેક્ટ્રમ પરફોર્મન્સ-બેઝ્ડ બન્યું છે. એટલે કે કચ્છમાં ઝોન-5માં પણ હવે વધારે સેફ્ટી ફેક્ટર ધ્યાનમાં લેવાશે. અમદાવાદ, સુરત જેવા ઝોન-3ના શહેરોમાં પણ હવે નવા મકાનોમાં ડક્ટાઇલ ડિટેલિંગ (ખાસ પ્રકારનું આર્મરિંગ) ફરજિયાત કરવું પડશે તેમ મનાય છે. 15 માળથી વધુની હાઇ-રાઇઝ બિલ્ડિંગ્સ માટે દરેક ઝોનમાં વધારાની તપાસ ફરજિયાત બનાવવાની પણ શક્યતા છે. ગુજરાત સરકારે 2001ના કચ્છ ભૂકંપ પછી જ જીડીસીઆર (Gujarat Disaster Management Authority) દ્વારા ખૂબ સખત બિલ્ડિંગ બાયલોઝ લાગુ કર્યા હતા એટલે રાજ્યમાં 2005 પછી બનેલા મોટાભાગના મકાનો પહેલેથી જ ઝોન-5ના સ્ટાન્ડર્ડને અનુરૂૂપ છે પરંતુ આ નવો કોડ લાગુ થાય તો પણ ખર્ચમાં 5થી 8 ટકા વધારો થવાની શક્યતા છે.
ભૂકંપ ઝોન કેવા છે?
જૂના કોડમાં 4 ઝોન (II, III, IV, V) હતા નાના જોખમથી મોટા જોખમ સુધી
નવા કોડમાં 5 ઝોન (II, III, IV, V નવો ઝોન-VI) (સૌથી વધુ જોખમી)
ઝોન-VI : સમગ્ર હિમાલય (જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, નોર્થ-ઈસ્ટ), ત્યાં મેગ્નિટ્યુડ 8.5 નો ભૂકંપ આવી શકે
ઝોન-V: Z=0.40 -કચ્છ જેવા વિસ્તારો
ઝોન-IV: Z= 0.25-0.27 સૌરાષ્ટ્ર
ઝોન-III: Z= 0.16-0.18 - અમદાવાદ, વડોદરા, સુરત
ઝોન-II: Z= 0.10 - ઓછું જોખમ
નોંધ : ગુજરાતમાં કોઈ ફેરફાર નથી - હજુ ઝોન-3, 4, 5 જ છે