For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકો

04:59 PM Jun 09, 2025 IST | Bhumika
તાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકો

લોકોમાં ફફડાટ, એ.પી.સેન્ટર 19 કિ.મી.દૂર

Advertisement

ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા ગીર પંથકમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂકંપ સાથે મોટા ધડાકા સાથેનો અવાજ પણ સભળાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. તાલાલાથી 19 કિમી ઇસ્ટ નોર્થ ઇસ્ટ લોકેશન નોંધાયું છે.

તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આચકોમળતી માહિતી મુજબ, ગીર સોમનાથના તલાલા સહિત ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ સાથે મોટો ધડાકાનો અવાજ આવતા જ સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને વેરાવળ સહિતના પંથકમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયો. તાલાલા ગીર પંથકમાં રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિમી દૂર નોંધાયું છે. જોકે ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement