અર્થલાઈન એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ
શાપર વેરાવળ ખાતે આવેલી એમ કે ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાસેથી વર્ષ 2013માં અર્થલાઈન એન્ટરપ્રાઇઝ નામની પેઢી એ રૂૂપિયા 7,00,000 નો માલ ખરીદ્યો હતો જે પેટે એક લાખ રોકડા ચૂકવ્યા હતા અને બાકીની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા આરોપીએ વધુ 20,000 ચૂકવી અને બાકીની રકમ 5.80 લાખ ચૂકવવા વર્ષ 2024 માં બીજો ચેક આપ્યો હતો તે પણ બેંકમાંથી રિટર્ન થતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં અર્થલાઈન એન્ટરપ્રાઇઝના સંચાલક મૌલિક રમેશ બુસાને યોગ્ય પ્રત્યુતર ના આપતા એમ કે ઇન્ડસ્ટ્રીઝના સંચાલક નીશારખંડ પઠાણ દ્વારા કોટડા સાંગાણી ની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે આરોપી મૌલિક રમેશભાઈ બુસાને બે વર્ષની સાદી કેદની સજા અને બે માસમાં ચેક મુજબની રકમ ફરિયાદીને વળતરની રકમ બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની જેલની સજા ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી નિશારખાન પઠાણ વતી યુવા એડવોકેટ કૈલાશ જાની, નિશાંત જોષી અને ગૌરવ ચનીયારા રોકાયા હતા