કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે આવેલા ઝોન કચેરી ખાતેE-KYC માટે છેલ્લા કેટલાય સમયથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જુની કલેકટર કચેરી ખાતે આવેલ ઝોન કચેરી ખાતે ભારેની ભારે ભીડ જોવા મળી હતી. અને ત્યારબાદ કલેક્ટર પ્રભાવ જોશી એક્શનમાં આવ્યા છે અને તાત્કાલિક રાજકોટ શહેર અને જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે પણ ઊ- ઊંઢઊ સેન્ટર શરૂૂ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને આવતીકાલથી E-KYC માટેના સેન્ટર શરૂૂ કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
કલેકટરના સૂત્ર પરથી મળતી માહિતી અનુસાર E-KYC માટે ભારે આંધાધુંધી બાદ તાત્કાલિક રાજકોટ શહેર અને જિલ્લાની મામલતદાર કચેરી ખાતે આવેલ અઝટઝ સેન્ટર ખાતે કામગીરી શરૂૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ રાજકોટ શહેરની તમામ વોર્ડ ઓફિસોમાં પણ કામગીરી ઝડપી બનાવવા માટે કલેકટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
તેમજ આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ ઝોનલ કચેરીમાં પણ ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. માત્ર બે થી ત્રણ કલાકમાં જ 200થી વધુ લોકોની E-KYC કરવામાં આવી હતી. જેને કામગીરી પણ માત્ર બે થી ત્રણ કલાકમાં જ પૂર્ણ કરવામાં આવી હતી અને બપોર થતા જ કચેરી ખાલી ખમ જોવા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ મામલતદાર કચેરી ખાતે ઊ- ઊંઊઢઈ કામગીરી શરૂૂ થતા ની સાથે જ જૂની કલેકટર કચેરી ખાતે લોકોની ટ્રાફિક સાવ ઓછી જોવા મળશે.