For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાત

05:06 PM May 31, 2025 IST | Bhumika
nfsa રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e kyc  ફરજિયાત

ગુજરાતના લાખો NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે કે, રેશનકાર્ડ સાથે જોડાયેલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) કરાવવું ફરજિયાત છે. જે રેશનકાર્ડ ધારકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી, તેમને તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, અન્યથા તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો અટકાવવામાં આવશે.
સરકારની સૂચના મુજબ, રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. કાર્ડધારકો ઘરે બેઠા જ માય રેશનકાર્ડ મોબાઈલ એપ દ્વારા પોતાનું e-KYC કરાવી શકે છે. આ ડિજિટલ સુવિધાથી લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂૂરિયાત ટળશે અને સમયનો બચાવ થશે.

Advertisement

જોકે, જે રેશનકાર્ડ ધારકો માટે મોબાઈલ એપનો ઉપયોગ શક્ય ન હોય, તેઓ માટે પણ વિકલ્પ ઉપલબ્ધ છે. નાગરિકો પોતાની નજીકની મામલતદાર કચેરી, ઝોનલ કચેરી, અથવા ગ્રામ પંચાયત માં જઈને પણ વિના મૂલ્યે e-KYC કરાવી શકે છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, હાલમાં ફક્ત તે જ NFSA રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો વિતરિત કરવામાં આવી રહ્યો છે, જેમણે e-KYC કરાવેલું છે. e-KYC ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ NFSA રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement