For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડના લાભાર્થી અને વિદ્યાર્થી સહિત 6 લાખ લોકોના E-KYC થયા

04:55 PM Nov 16, 2024 IST | admin
રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડના લાભાર્થી અને વિદ્યાર્થી સહિત 6 લાખ લોકોના e kyc થયા

સરકારી યોજનાના લાભ માટે E-KYC કરવા કેબિનેટ મંત્રીની અપીલ

Advertisement

રાજકોટ જિલ્લામાં માય રાશન એપ દ્વારા 2,73,576, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.) પ્લસ દ્વારા 37,244, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વી.સી.ઈ.) દ્વારા 1,80,000, શાળા અને કોલેજ દ્વારા 5,259 અને અન્ય સંસ્થાઓ દ્વારા 1,07,280 એમ કુલ મળીને અંદાજે 6,07,695 લોકોના ઈ.કે.વાય.સી.નું કાર્ય થઇ ચૂક્યું છે. આ ઉપરાંત, સરકારના તમામ વિભાગો અને કચેરીઓમાં, સોશિયલ મીડિયાના માધ્યમથી ઈ.કે.વાય.સી. અંગે જાણકરી આપવામાં આવી રહી છે.

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે કેન્દ્ર સરકારની ફેમીલી આઈ.ડી. પ્રોજક્ટ અને આધાર બેસ્ડ બાયોમેટ્રિક આધારકાર્ડ અને રેશનકાર્ડના લીંકઅપ સાથે ઈ.કે.વાય.સી.થી વેરીફાય થઇ જનરેટ કરી એક કોમન ડેટા બનાવવામાં આવે છે. સરકારની તમામ યોજનાઓમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(ડી.બી.ટી.)નો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું ઈ.કે.વાય.સી. થયેલ આવશ્યક છે.
નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નાગરિકોના રેશનકાર્ડને અને અન્ય મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે ખઢ છઅઝઈંઘગ મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી છે.

Advertisement

જેમાં ખઢ છઅઝઈંઘગ એપ દ્વારા ઘરે બેઠા મોબાઈલથી રેશનકાર્ડ ધારકો પોતાની જાતે પોતાનું ઈ.કે.વાય.સી.કરી શકે છે. ખઢ છઅઝઈંઘગ એપના માધ્યમથી 11 સ્ટેપમાં સફળતાપૂર્વક ઈ.કે.વાય.સી. કરી શકે છે. સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને ઙઉજ+ એપ્લીકેશનથી મોબાઇલ દ્વારા એક્સેસ આપી અન્ય રેશનકાર્ડ ધારકોનો ઈ.કે.વાય.સી કરી શકે છે. ગ્રામ્ય લેવલે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીનીયોરપોર્ટલ પર રેશનકાર્ડ ધારકોના ઈ.કે.વાય.સી. કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મામલતદાર કચેરીનો સંપર્ક કરતા નાયબ મામલતદાર પુરવઠા/ ઝોનલ ઓફિસર પુરવઠા વિભાગમાં ઙઉજ વેબસાઈટ પર આવેલ છઈખજ પોર્ટલ દ્વારા રેશનકાર્ડ ધારકોના ઈ.કે.વાય.સી. કરી આપવાની સુવિધા છે. જે રેશનકાર્ડ ધારકનું રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક હોય તેઓનું જ ઈ.કે.વાય.સી. ખઢ છઅઝઈંઘગ એપ દ્વારા થઈ શકે છે. જો તે લિંક ન હોય તો અન્ય ઉપર મુજબના ત્રણ વિકલ્પ દ્વારા કરવાનું થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement