For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં દ્વિચક્રીય વાહનોની ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે

12:01 PM Jun 02, 2025 IST | Bhumika
સોમનાથમાં દ્વિચક્રીય વાહનોની ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે

GJ 32ની નવી સીરિઝ GJ 32 AJના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી

Advertisement

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ 32ની નવી સીરિઝ GJ 32 AJ ના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.12/06/2025થી તા.14/06/2025 સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.14/06/2025 થી 16/06/2025 સુધીનો રહેશે. અરજદારોએ સૌ પ્રથમ WWW. PARI VAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી ચૂકવણું કરી અને વાહન નંબર મેળવવાના રહેશે. વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ ઉમેદવારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓનલાઈન હરાજી દરમિયાન આર.બી.આઈ દ્વારા નક્કી કરેલા દર ચૂકવવાના રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.

Advertisement

વાહન ખરીદીના 60 દિવસની અંદર જ આ હરાજીમાં ભાગ લઈ શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.આ ઈ-ઑક્સનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં જઇઈં-ઊઙઅઢ દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement