ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયા

11:40 AM Apr 14, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરિઝ 37- વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરિઝ 37-એસ, ટુ વ્હીલર કેટેગરીની સિરિઝ 37-કયુ તેમજ 37-પી, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સિરિઝ 37-એ.બી.માં બાકી રહેલા માટે બાકીના ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓકશન કરવામાં આવનાર છે.

જે અન્વયે ઓન લાઈન અરજીનો સમયગાળો તા. 15 થી તા. 17 એપ્રિલ સાંજે 4 વાગ્યા પહેલાનો રહેશે. તેમજ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. 17 થી 19 એપ્રિલ સુધીનો રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તારીખ 19 ના સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે.

આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARI VAHAN. GOV.IN (પરિવહન)વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બીડ અમાઉન્ટના નાણાંનું ચુકવણું પાંચ દિવસમાં ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ-ઓક્શનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં ઈ-પે દ્વારા પરત કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

--

 

 

Tags :
Devbhoomi Dwarka districtDwarkadwarka newse-auctiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement