રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટરકારની સિરીઝ GJ-03-PDના ગોલ્ડન અને સિલ્વર નંબરોની 23મીથી ઇ-ઓક્શન

05:36 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં મોટર કાર પ્રકારના વાહનોને લગતી GJ-03-PDસીરિઝનું ઇ-ઓકશન તા.23/01/2025 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ GJ-03-PDસીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinehttp://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઇ-ઓકશનમાં ભાગ લઈ શકશે.

જે માટે અરજદારોએ parivahan.gov.in વેબસાઇટ પર જવુ., વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ "પ” દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.

સહિતની પ્રક્રિયા કરવાની રહેશે.
મોટર કારની સીરિઝ ૠઉં-03-ઙઉ સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઇ-ઓકશન થશે. ઇ-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.23/01/2025 સાંજે 04:00 કલાક થી તા.30/01/2025 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.30/01/2025 સાંજે 04:01 કલાક થી તા.01/02/2025 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.01/02/2025 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.

નોંધ. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોઈ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહો.

Tags :
e-auctiongolden and silver numbersgujarargujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement