આર.ટી.ઓ. દ્વારા કાર માટે બી.ઝેડ. અને સી.યુ. સિરીઝનું ઈ-ઓક્શન
ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા અરજીઓ મંગાવાઇ
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની જી.જે. 03 બી.ઝેડ, જી.જે.03.સી.યુ. સિરીઝની ઈ-ઓક્શનની પ્રક્રિયા તા.08 સપ્ટેમ્બરથી શરૂૂ કરવામાં આવશે.
આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે કે, નવી સિરીઝના ગોલ્ડન-સિલ્વર કે પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું www.parivahan. gov.in/fancy પર ઓનઆઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. આ માટે તા.08/09/2025થી તા.10/09/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.10/09/2025થી તા.12/09/2025ના સાંજે ચાર કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શન બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.13/09/2025ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહન વેચાણ તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજિયાત છે. સમયમર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમ યાદીમાં જણાવાયું છે.