ડ્રેનેજની થોકબંધ ફરિયાદો સામે તંત્ર વામણું: કોંગ્રેસ
શહેરમાં ડ્રેનેજની અનેક ફરિયાદો નિવારવા મનપા વામણું સાબિત થતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. શહેરમાં ચારેબાજુ ડ્રેનેજના ગંદા પાણી ફરી વળ્યા હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ત્રાહિમામ પોકારી ઉઠી છે. ડ્રેનેજની ફરિયાદ ઉકેલવાનો સીટીઝન ચાર્ટર મુજબની સમય મર્યાદા નસ્ત્રશકય તેટલી વ્હેલીતકે અને ટોપ પ્રાયોરિટીમાં ઉકેલવાની હોય છે. પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સિટીઝન ચાર્ટર કે નાગરિક અધિકાર પત્રના નિયમોનું તો પાલન કરતુ જ નથી તદઉપરાંત ફરિયાદો નોંધવાની દસ-દસ પધ્ધતિ રાખી છે પરંતુ ઉકેલવાની એક પણ પધ્ધતિ સાર્થક ન હોવાનો આક્ષેપ કરાયે છે.
કોલ સેન્ટરમાં ફરિયાદ કરો, આરએમસી ઓન વોટસએપમાં ફરિયાદ કરો, ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરો, વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર, ઝોન ઓફિસ કે મુખ્ય ઓફિસમાં ડ્રેનેજની ફરિયાદ કરો કોઈપણ સ્થળેથી ફરિયાદો ઉકેલાતી નથી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની રજુઆત છે કે કોર્પોરેટરો ફરિયાદ માટે ફોન કરે તો પણ ઈજનેરો ફોન રીસીવ કરતા નથી* કે ડ્રેનેજની ફરિયાદો ઉકેલવા ટીમ મોકલતા નથી. શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી જતા કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય તેમજ ડ્રેનેજની ગંદકી રસ્તા ઉપર પ્રસરી જતા ડેંગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાના કેસમાં છેલ્લા 10 દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડ્રેનેજની ફરિયાદોનો વોર્ડવાઈઝ રિવ્યુ કરવા માટે મ્યુનિ. કમિશ્નર પોતાના લેવલેથી તમામ ઈજનેરો સાથે સ્પેશ્યલ રિવ્યુ મિટિંગ યોજે તેવી કોંગ્રેસની માંગણી છે. રાજકોટથી વધુ વરસાદ અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસ્યો હતો છતા ત્યાં આગળ ડ્રેનેજની ફરિયાદો ઉકેલાઈ ગઈ પરંતુ હજુ સુધી શહેરમાં ઉકેલાઈ નથી.