For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણપુરમાં ઊડતી ધૂળની ડમરી ત્રાસદાયક: વેપારીઓની આંદોલનની ચીમકી

11:19 AM Nov 14, 2024 IST | admin
રાણપુરમાં ઊડતી ધૂળની ડમરી ત્રાસદાયક  વેપારીઓની આંદોલનની ચીમકી

દબાણ હટાવ્યા બાદ રસ્તો પૂર્વવત કરવાનું તંત્ર ભૂલી ગયું કે શું? વેપારીઓનો પ્રશ્ર્ન

Advertisement

બોટાદ જિલ્લાના રાણપુર શહેર કે એક તાલુકા કક્ષાનું ગામ છે રાણપુર શહેરની આશરે 30,000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે 36 ગામનો તાલુકો છે મોટી-મોટી બેરિંગની કંપનીઓ આવેલી છે ઉદ્યોગ જગતમાં રાણપુરનું સારું એવું નામ છે પણ હાલ રાણપુરની સ્થિતિ અત્યંત દૈયનીય હાલતમાં છે. થોડા સમય પહેલા તંત્રએ રાણપુરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવ્યા પણ આ રોડ ઉપર જે દબાણ હટાવ્યા બાદ જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી આ રોડ ઉપર જે દુકાનદારો, વેપારીઓ છે અને આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ જે પ્રકારે રોડ ઉપર ધૂળની બેફામ ડમરીઓ ઉડી રહી છે તેનાથી આ તમામ લોકો ખૂબ જ હેરાન પરેશાન છે સાથોસાથ આ સ્થિતિને લઈને લોકોમાં આક્રોશ પણ છે.

પોલીસ સ્ટેશનથી માર્કેટિંગ યાર્ડ સુધીનો રાણપુર નો મુખ્ય રોડ છે આ રોડ ઉપર હોસ્પિટલો,બેંકો, સ્કૂલો અને સરકારી કચેરીઓ આવેલી છે.આ રોડ ઉપરથી દરરોજ અનેક અધિકારીઓ અને સત્તાધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ પસાર થાય છે શું તેમને આ રાણપુર ની પરિસ્થિતિ નહીં દેખાતી હોય સતત 24 કલાક આ રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓ શું તેમને નહીં દેખાતી હોય આ રાણપુર ની પરિસ્થિતિને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે રાણપુરમાં તંત્ર ઘોર નિંદ્રામાં છે કેટલી બધી ધૂળની ડમરીઓ ઉડે છે કે લોકોના શ્વાસમાંથી પસાર થઈને શરીરમાં પ્રવેશે છે આ ધુળની ડમરીઓ કે જેના કારણે આવનારા સમયમાં અનેક પ્રકારના રોગો થવાની પણ એક મોટી સંભાવના છે આ રોડ ઉપર વ્યવસાય કરતા વેપારીઓ ધંધાદારીઓ અને રાહદારીઓની એક માંગણી છે કે તંત્ર તાત્કાલિક પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધીના રોડ ઉપર જે ધુળની ડમરીઓ ઉડે છે.

Advertisement

તેનો વહેલી તકે ઉકેલ લાવે કારણ કે લોકો તો એવું કહી રહ્યા છે હાલ રાણપુરની કોઈને પરવા નથી રાણપુરની કોઈને પડી નથી કે પછી રાણપુરની સામુ કોઈ જોતું નથી હાલની પરિસ્થિતિ જોઈને રાણપુરમાં આવતા બહાર ગામના લોકો રાણપુરમાંથી ખરાબ વાતો લઈને જાય છે તે રાણપુર માટે એક અત્યંત દુ:ખની બાબત છે તો વહેલી તકે તંત્ર આનો ઉકેલ લાવે તેવું રાણપુર શહેરના લોકો ઈચ્છી રહ્યા છે.

એટલી બધી ધૂળ ઊડે છે કે વેપારીઓને દુકાન ખોલીને બેસી શકાતું નથી: ભરતભાઈ મેર,વેપારી મંડળ ઉપ.પ્રમુખ
આ બાબતે રાણપુર વેપારી મહા મંડળના ઉપ.પ્રમુખ ભરતભાઈ મેર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાણપુર શહેરમાં જ્યારથી દબાણ હટાવ્યા છે ત્યારબાદ જે સાઈડમાં ધૂળ અને કચરો હતો તે તંત્ર દ્વારા હટાવામાં નથી આવ્યો જેના કારણે આ રોડ ઉપર અત્યંત ખરાબ પ્રકારની ધૂળ ઉડે છે એટલી બધી ધુળ ઉડે છે કે વેપારીઓને દુકાન બહાર કે દુકાન ખોલીને બેસી શકતા નથી દરરોજ વેપારીઓ કેટલી ધૂળ ખાઈ જાય છે આ રોડ ઉપર જે પ્રકારે ધૂળ ઉડી રહી છે આનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં રાણપુર બંધના એલાન આપવાની પણ અમારી તૈયારી છે.

આ રોડ ઉપર દબાણ હટાવ્યા પછી જ આ ધૂળ ઊડે છે: ગોસુભા પરમાર,સરપંચ
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે જ્યારથી આ રોડ ઉપર દબાણ હટાવ્યા છે ત્યારબાદ આ ધૂળ ઉડવાની શરૂૂ થઈ છે અમને પણ ખબર છે કે ધૂળ સતત બહુ જ ઉડે છે જેના લીધે દુકાનદારો અને રાહદારીઓ હેરાન થાય છે આ રોડ બાબતે અમે આર.એન.બી. શાખા,માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી છે અને તેઓએ કહ્યું છે કે આ રોડ માટે અમે દરખાસ્ત કરી છે પણ આ રોડ બનતા હજી બહુ ટાઈમ લાગશે પણ ખરેખર આ રોડ ઉપર ધૂળ ઉડે છે અમારી પાસે પણ અનેકવાર આ બાબતેની રજૂઆત આવી છે અમે પ્રયત્ન કરવી છી કે આનો ઝડપથી ઉકેલ આવે..

Advertisement
Tags :
Advertisement
Advertisement