ફીના સ્લેબમાં સુધારા અંગેના અહેવાલની ફાઇલ પર ધૂળ ચડી
સુધારા સમિતિ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટ જાહેર કરવા સંચાલક મહામંડળની શિક્ષણ વિભાગમાં રજૂઆત: ફીના દર નક્કી કરવા રજૂઆત
શાળાઓમાં ફિના દર નક્કી કરવા માટે ફિ નિયમન કાયદો અમલમાં આવ્યો હતો અને ત્રણ સ્લેબ નકકી કરવામાં આવ્યા હતા. જેમાં દર વર્ષે સાત ટકાનો વધારો કરવા જોગવાઇ કરેલ છે અને તેના માટે પણ એક સમિતિ રચવામાં આવી હતી જે સમિતિએ શિક્ષણ વિભાગને રિપોર્ટ તૈયાર કરી આપ્યો હતો પરંતુ આ ફાઇલ પર ધુળ ચડી ગઇ છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ 25/04/2017 ના એફઆરસી ઠરાવો બાદ જન 2023 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતા હેઠળ તથા સચિવ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નેજા હેઠળ 04 મહાનગરોના ઉઊઘ અને મેમ્બર તરીકે નિમિને એક સમિતિ બનાવી હતી જે સમિતિએ જૂન - 2024 માં પોતાનો અહેવાલ શિક્ષણ વિભાગમાં રજૂ કરેલ છે.
બોર્ડમાં તપાસ કરતા જાણવા મળેલ છે કે બોર્ડના નિવૃત્ત થઈ ગયેલ એન.જી વ્યાસ. સચિવએ સ્વનિર્ભર શાળાઓના ફિ સ્લેબ સુધારવાનો સમિતિનો અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કરી દીધેલ છે અને હાલ તે વિભાગમાં ફાઈલ કોઈ પણ નિર્ણય વગર કબાટમાં પડી રહેલ છે.
અરજદારો અને પક્ષકારોની વિવિધ રજૂઆતોને ધ્યાને લઈ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક તેમજ અન્ય સવલતોના ખર્ચ વધારાના સંદર્ભમાં વિભાગ ખાતે મળેલ અન્ય જાહેર હિતલક્ષી વિવિધ સુચનો/નીતિ વિષયક બાબતોની ચર્ચા કરી શકાય તે માટે રાજ્ય સરકારે અધ્યક્ષ, ગુજરાત અધિનિયમ 2017 ની કલમ-9(1) હેઠળ ફીના લઘુતમ દર (કટ્-ઓફ લીમીટ) નક્કી કરવા, તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પદે સભ્યોની સમિતિની રચના કરવાનું ઠરાવવામાં આવે છે.
સ્વનિર્ભર શાળાનો અભ્યાસ દર વર્ષે ગુજરાતમાં વધતો જાય છે વાલીઓ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરવાને બદલે સ્વનિર્ભર શાળાઓને પ્રથમ પસંદગી આપતા હોય છે. કી ભરવા માટે વાલીઓની પેંઈગ કેપેસીટી તેમની આવક સાથે વધતી હોય તેમ દેખાય છે. સારું શિક્ષણ મેળવવા માટે વાલીઓ પોતાના નાના ગામમાં આવતી પીળી બસમાં મોટા શહેરની શાળામાં મોકલવા ખચકાટ અનુભવતા નથી. આમ સારા શિક્ષણ અને સારી સુવિધા માટે સ્વનિર્ભર શાળાઓ પાસે આવકનું એકમાત્ર સાધન તે શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ફી ની આવક જ ગણાય ત્યારે અગાઉની જેમ 03 સ્લેબમાં ફી નો વધારો જાહેર કરતો ઠરાવ બહાર પાડવામાં આવે જેમાં (અ) કે.જી અને પ્રાથમિક વિભાગ માટે રૂા.22500, (બ) માધ્યમિક વિભાગ માટે રૂા.30,000, (ક) ઉ. મા સામાન્ય પ્રવાહમાં રૂા.37500 અને (ડ) ઉ. મા વિજ્ઞાન પ્રવાહમાં રૂા.45,000 નકકી કરવામાં આવે.
રાજ્યની સ્વનિર્ભર ખાનગી શાળાઓની ફીના વિવિધ સ્લેબમાં લઘુત્તમ મર્યાદા આગામી 2026-27 નાં શૈક્ષણિક વર્ષમાં ઉપર મુજબ રાખવામાં આવે તેવી રજુઆત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને કરવામાં આવી છે.