દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશે
રાજકોટ સહીત ગુજરાતભરમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુસાફરોને સારી અને ઝડપી સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતીમાં વધારો અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલાવથી મુસાફરોની અને રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
1) ટ્રેન નં. 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર 09.05 ને બદલે 08.35 વાગ્યે પહોંચશે.
2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ 09.26 ને બદલે 09.10 વાગ્યે પહોંચશે.
3) ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 01.06 થી રાજકોટ સ્ટેશન પર 08.45 ને બદલે 08.56 વાગ્યે પહોંચશે.
4) ટ્રેન નં. 20914 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 08.35 ને બદલે 07.55 વાગ્યે પહોંચશે.
5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 08.02 ને બદલે 07.32 વાગ્યે પહોંચશે.
6) ટ્રેન નં. 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 03.06થી જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
7) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
8) ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ તા.04 જુનથી 11.12ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
9) ટ્રેન નં. 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ હાપા સ્ટેશન પર 13.27 ને બદલે 13.16 વાગ્યે પહોંચશે.
10) ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ખંભાળિયા સ્ટેશન પર 12.54 ને બદલે 12.53 વાગ્યે પહોંચશે.
11) ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ તા.5 જુનથી દ્વારકા સ્ટેશન પર 14.35 ને બદલે 14.56 વાગ્યે પહોંચશે. આ તમામ ફેરફારો આગામી સુચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે.