For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાલુ ફરજે ડમ ડમ ? ગોંડલ ચોકડી પાસે મહેસાણા પોલીસવાન દિવાલમાં ઘુસી ગઈ

04:01 PM Sep 23, 2025 IST | Bhumika
ચાલુ ફરજે ડમ ડમ   ગોંડલ ચોકડી પાસે મહેસાણા પોલીસવાન દિવાલમાં ઘુસી ગઈ

આરોપીને લઈ વંથલી કોર્ટમાં મુદતે જતાં હતાં ત્યારે નડયો અકસ્માત, પીધેલા હોવાની શંકા : હેડ કોન્સ અને ડ્રાઈવરને ઈજા

Advertisement

શહેરના ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રીજ પાસે વહેલી સવારે મહેસાણા પોલીસની વાન દિવાલમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. મહેસાણા પોલીસ આરોપીને લઈ વંથલી કોર્ટમાં મુદતે લઈ જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં ડ્રાઈવર-હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પીસીઆરમાં હાજર પોલીસ સ્ટાફ પીધેલી હાલતમાં હોવાની શંકા વ્યકત કરી હતી. જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રીજ નીચે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં એક પોલીસ વાન રોડની સાઈડમાં આવેલી દુકાનની દિવાલમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોલીસ વાનમાં હાજર સ્ટાફ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મહેસાણા પોલીસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદુજી ચાવડા (ઉ.57) અને પોલીસવાનનો ચાલક અનુપ લવજીભાઈ (ઉ.40)ને ઈજા થતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતો ગુજસીટોકનો આરોપી વિપુલ સુરાભાઈને વંથલી કોર્ટમાં મુદત હોવાથી મહેસાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેશભાઈ અને ડ્રાયવર અનુપ આરોપી વિપુલને લઈ વંથલી કોર્ટમાં મુદતે જતાં હતાં ત્યારે ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રીજ નીચે આગળ જતી કારની સાઈડ કાપવા જતાં પોલીસવાનમાંથી કંઈક અવાજ આવતાં ચાલક નીચે જોવા જતાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં દિવાલમાં ઘુસી ગયાનું જણાવ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટાફ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement