રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી લાશ 3 કલાક રઝળી

05:17 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મૃતકના મોતનો મલાજો ન જળવાયો હોવાની પરિવારજનોની ફરિયાદ: અંતે તબીબોએ ભૂલ સ્વીકારી માગી માફી

તબીબોએ દર્દીને મૃત જાહેર કરી દીધો પણ પોલીસને જાણ કરવાનું ભૂલી ગયા!

શહેરની સિવિલ હોસ્પીટલમાં વધુ એક તબીબોની બેદરકારી બહાર આવી છે. જીવતા દર્દીઓ તો અહીં અનેક સમસ્યાથી ત્રસ્ત છે પણ સિવિલ હોસ્પીટલમાં મૃતકોનો મલાજો પણ ન જળવાય તે રીતે તબીબો ગંભીર બેદરકારી દાખવતા હોવાના આક્ષેપો થયા છે.

સિવિલ હોસ્પીટલનો સંબંધીત જવાબદાર તબીબોની એવી બેદરકારીની વિગતો મળી છે કે તેનાથી તબીબી જગતે શરમ અનુભવવી પડે તેમ છે. બન્યુ એવું કે બિમારી સબબ સિવિલમાં બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ યાકુબભાઇ ઓસમાણભાઇ ગોગદા (ઉ.વ.48, રહે.ભગવતીપરા, શેરી નં.1, ફાટક પાસે)ની ચાલુ સારવાર દરમિયાન મોત થતાં ફરજ પરના તબીબોએ બપોરના 1.59 વાગ્યે યાકુબભાઇને મૃત જાહેર કરી દિધા હતા.
પરંતુ તે સમયે બી.ડીવીઝન પોલીસને જાણ કરવાનું ડોકટરો ભુલી ગયા હતા. પાંચ દસ મિનિટ નહીં પણ ત્રણ કલાક પછી તબીબોને પોલીસને જાણ કરવાનું યાદ આવતા આટલો સમય મૃતકના પરિવારજનો આમથી તેમ સિવિલમાં રળવળ્યા હતા.

વાત અહીં પુરી થતી નથી. ડો.નારણભાઇ દ્વારા યાકુબભાઇને મૃત જાહેર કરાયાની ત્રણ કલાક બાદ પોલીસને જાણ કરાતા હોસ્પીટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂએ પણ ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) થઇને હોસ્પીટલનાં અધિકારી લેખીત આપે પછી એમ.એલ.સી. કરવાનું જણાવતા બેદરકાર તબીબોમાં દોડધામ સાથે આંખો ઉઘડી હતી. જો કે આટલો સમય મૃતકનો મલાજો જાળવવાનું જોખમાતા જાણકારોમાં સિવિલ તબીબો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

ને….. RMOએ પોલીસને લેખીતમાં આપી સ્વીકારી ભૂલ
પોલીસની જરૂરી કાર્યવાહીમાં દાખવાયેલ કડકાઇપણા બાદ જે તબીબો પોલીસમાં મોતનું જાહેર કરવાનું ભુલી ગયા હતા તે તબીબોએ કહેવાય છે કે આર.એમ.ઓ. સમક્ષ ખોળો પાથરી બચાવવા માંગ કરતા અંતે આર.એમ.ઓ. દ્વારા ‘અમારી ભુલ થઇ છે’ તેવું લેખીત આપ્યા બાદ જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
Civil Hospitalgujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement