સ્મશાનના અભાવે તાડપત્રીનો માચડો ઊભો કરી અંતિમવિધિની નોબત
છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના બણગા ફૂંકતી સરકાર ત્રણ દાયકાથી સત્તા પર હોવાં છતાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કહેવાતો વિકાસ પહોંચાડી શકી નથી. લોકો વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થઇ રહ્યાં છે. બારપુડા ગામમાં તાડપત્રિના સહારે અંતિમવિધી કરવામાં આવી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લોકોની હાલત દયાજનક છે.
વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં પણ પહોચ્યો નથી. તેનો પુરાવો ચોમાસાની શરૂૂઆત સાથે મળ્યો છે. કપરાડા તાલુકાના બારપુડા ગામમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
ગામમાં આજ સુધી છત વાળી પાકી સ્મશાન ભૂમિ નથી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી અગ્નિદાહ આપવો શક્ય ન હોવાથી તાડપત્રીનો ઉભો કરી અંતિમવિધી કરવામાં આવે છે. માચડો કપરાડાના અંતરિયાળ અનેક ગામોમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં આવી હાલાકી ભોગવવી પડે છે.