ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હીટવેવના પગલે મોરબી જિલ્લાના પાંચ આરોગ્ય કેન્દ્રોમાં 25 બેડની વ્યવસ્થા કરાઇ

11:05 AM Apr 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વધારે પડતી ગરમી અને હવામાન વિભાગની હીટ વેવની આગાહીને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ 5-5 બેડ ની વ્યવસ્થા તેમજ 5 સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે 2 બેડ એમ કુલ 25 બેડની વ્યવસ્થા કરેલ છે.

Advertisement

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

લુ લાગવાના લક્ષણોની વાત કરીએ તો, શરીર અને હાથ પગ દુ:ખવા,માથું દુ:ખાવુ, શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી જેવા લક્ષણો છે. જેથી લુ લાગવાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી-શરબત કે ઓ.આર.એસ. વગેરે પીવા સહિતના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
કોઈપણ વ્યક્તિને માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના પીએચસી કે હોસ્પિટલનો સંપર્ક કરવા અને મોરબી જિલ્લામાં આવેલ 25 એમ્બુલન્સીસમાં લુ લાગવાના કેસોમા સારવાર થઇ શકે તે માટે આઇસપેક, આઇસબોક્સ, કોલ્ડ ટુવાલ, બિપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમિટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમિટર, આઇ.વી. ઇન્ફ્યુજન ની વ્યવ્સ્થા કરવામાં આવી છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે જણાવ્યુ છે.

Tags :
gujaratgujarat newsheatwavemorbiMorbi districtmorbi news
Advertisement
Advertisement