કડક નિયમોને કારણે સૌરાષ્ટ્રના ઐતિહાસિક લોક મેળાઓ બંધ રહે તેવી નોબતથી લોકોમાં રોષ
સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એ શિવ મંદિરોમાં શિવ ભક્તિ વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનના હિંડોળાના દર્શન એટલે શ્રાવણ મહિનો એ વ્રત તપ દર્શન સાથે સાથે સૌરાષ્ટ્ર ભરના નાના મોટા શહેરો અને ગામોમાં ભરાતા સાતમ આઠમના લોક મેળાઓ ખૂબ જ લોકપ્રિય છે આ મેળાઓ માણવા પરિવારના નાના મોટા સૌ નવા કપડાં પહેરી સજી ધજીને મેળાઓ માણવા ઉમટી પડે છે પરંતુ આ વખતે સરકારી તંત્રના પાપે મોટાભાગના લોક મેળાઓ બંધ રહે તેવી નોબત આવી છે કારણકે તાજેતરમાં રાજકોટની ગેમ ઝોન ની ભયાનક ગોજારી અગ્નિકાંડની ઘટના બની તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ બાળકો ભોગ બન્યા સરકારી તંત્ર દ્વારા અપૂરતા લાયસન્સ નિયમ મુજબનું ચેકિંગ ન કર્યું અને આ ઘટના બની તેમાં નાના કર્મચારીઓને પકડી સંતોષ માન્યો આવી ગંભીર ઘટનામાં આજ દિવસ સુધી કોઈ મોટા અધિકારી કે જવાબદાર હોદ્દેદારોની કોઈ તપાસ પૂછપરછ કે જવાબદારી ફિક્સ કરી નથી આવા મોટા માથાઓને બચાવવા બનાવના ઢાંક પીછોડા કરવા. સૌરાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય એવા આ સાતમ આઠમના લોકમેળાઓમાં એવા આકારની નિયમો રાખ્યા છે કે સંચાલકોને કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી.
સ્થાનિક પત્રકારોએ ઉપલેટા લોકમેળા ગ્રાઉન્ડન ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ ઘેટીયાને પૂછતા તેમણે જણાવેલ કે આ મેળો અમારા બંધ રાખ્યો છે કારણ કે કલેક્ટર તંત્ર દ્વારા જે નિયમો બનાવ્યા છે કે ખૂબ જ આકરા છે મેળાના બે રસ્તા હોવા જોઈએ ટૂંકી જગ્યા ના કારણે જે શક્ય નથી તેમજ મેળામાં આગ લાગે તેના માટે મોટા પાણીના ટાંકા બનાવવા અને મેળાના ફરતે અગ્નિ ઠારવા માટે પાંચ ફીટીંગ કરવા એ સિવાયના ખૂબ જ આકરા નિયમો છે તેને કારણે અમોએ મેળો બંધ રાખેલ છે.ઉપરોક્ત બાબતે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડીયાએ જણાવ્યું કે પાડાના વાંકે પખાલીને ડામ આપ્યો છે જે લોકોના મનોરંજન અને પરંપરા ઉપર તરાપ સમાન છે.