ધોરાજી સિવિલમાં ડોકટરોની ઘટથી ગંભીર બીમારીના દર્દીઓને હાલાકી
ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને અકસ્માતના અને ગંભીર રોગના દર્દીઓને રાજકોટ જુનાગઢ રિફ્રર કરવામાં આવી રહ્યા છે.
એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે અને આરોગ્ય બાબતની અનેક યોજનાઓ બહાર પાડી પાડે છે પરંતુ વાત છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની કે વર્ષો પહેલા દાતાઓએ વતનનું ઋણ ચૂકવવાના હેતુથી ધોરાજીના લોકોને સારી એવી આરોગ્ય સેવા મળે માટે 3 માળનું અધતન બિલ્ડિંગ બનાવી આપ્યું દાતાઓને આશા હતી કે અધતન બિલ્ડિંગમાં સારા નિષ્ણાંત ડોકટર આવશે અને લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહેશે પરંતુ આ આશા ઠગારી નીવડી ચ કારણ એક માત્ર છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો જ નથી જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કુલ 56 જેટલા બેડની વ્યવસ્થા છે ઑક્સિજન પ્લાન્ટ છે વેલટીનેટર મશીન છે આધુનિક ઓપરેશન થિયેટર છે ઓપરેશન માટેના આધુનિક સાધનો છે પરંતુ ડોકટર નથી તો આ સાધનો સુકામના હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કારણ માત્ર એકજ કે નિષ્ણાંત ડોકટર હોઈ તો સાધન ઉપયોગ આવે
આમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં 4 એમ બિ બિ એસ ડોકટરની જગ્યા છે જેમાં થી 3 એમબીબીએસની બદલી થઈ જતા હવે માટે 1 એમબીબીએસ ડોકટર થી ગાડું રોડવાઈ રહ્યું છે.ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કિયા કિયા ડોકટરો નથી એની વાત કરી એ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમ ડી બાળરોગ નિષ્ણાત ઓથો પેડીક સર્જન જનરલ સર્જન અને રેડિયોલોજિસ્ટ સહિતના અનેક મહત્વના ડોક્ટરોની જગ્યા ખાલી છે ત્યારે અચાનક કોઈ અકસ્માતનું દર્દી આવે અથવા તો કોઈ ગંભીર રોગનો દર્દી આવે તો તેને ના છૂટકે રાજકોટ જૂનાગઢ અમદાવાદ જેવા શહેરમાં સારવાર માટે મોકલવામાં આવે છે.ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક એ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની ઘટને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની જગ્યા ખાલી છે અને અમુક નિષ્ણાંત ડોકટરો છે જે સી એમ સેતુ અંતર્ગત સરકારની સૂચના મુજબ સવારે દોઢ કલાક અને સાંજે દોઢ કલાક આવે છે કાયમી નિષ્ણાંત ડોકટરોમાં એમ ડી બાળરોગ નિષ્ણાત ઓથો પેડી ક જનરલ સર્જન અને આંખના સર્જન સહિત વિડીયો લોજિસ્ટની જગ્યા ખાલી હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ કે સ્વીકાર કર્યો અધિક શકે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે રેગ્યુલર નિષ્ણાત ડોક્ટરો ન હોવાને કારણે ગંભીર રોગના દર્દીઓ અથવા તો અકસ્માતના દર્દીઓને ના છૂટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ અથવા જુનાગઢ રીફર કરવામાં આવે છે. હોસ્પિટલના મહેકમ અનુસાર કુલ 66 ના મહેકમ સામે 38 જગ્યા ભરેલ છે.