વેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
વેરાવળના GIDC વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મહમદ ગોહેલે ગઈકાલે 10 જૂનના સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પાછળનું કારણ પોલીસ દ્વારા કરવામાં આવેલો કથિત ત્રાસ હોવાનું સામે આવ્યું છે.
વેપારીનો ઝેરી દવા પીને આત્મઘાતનો પ્રયાસ વેરાવળના GIDC વિસ્તારમાં મચ્છીનો વ્યવસાય કરતા કસીમ મહમદ ગોહેલે ઝેરી દવા પીને આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના 10 જૂનના સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી. કસીમે તેની સ્યુસાઇડ નોટમાં શિવ પોલીસ ચોકીના કર્મચારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.પોલીસે મારમાર્યાનો કસીમનો આરોપ આ મામલો નાણાંકીય લેવડ-દેવડ સાથે જોડાયેલો છે. કસીમ વિરુદ્ધ ભીડીયાના રાહુલ બમભણીયાએ લેણી રકમ મામલે પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ પોલીસે તેને ચોકી પર બોલાવીને મારમાર્યાનો કસીમનો આરોપ છે. સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી બાદ તેને પોલીસ ચોકીમાંથી છોડવામાં આવ્યો હતો.ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ કસીમે પોલીસ પર આરોપ લગાવીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેમાં તેની હાલત ગંભીર હોવાથી પ્રથમ સરકારી હોસ્પિટલમાં અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે.
સમગ્ર વિસ્તારમાં ચકચાર કસીમના પરિવારજનો અને સમુદાયમાં પોલીસ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર દ્વારા યુવકનું મરણોત્તર નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. કસીમના ભાઈએ પણ પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.