રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી
પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા છે.આવું એકવાર નહીં વારંવાર રાણપુરમાં ધોળા દિવસે જાહેરમાં થાય છે.
રાણપુર શહેરમાં શુક્રવારના સાંજના સમયે એક યુવકે દેશી દારૂૂના નશામાં રાણપુર શહેરની મુખ્ય બજારને બાનમાં લીધી હતી.હાથમાં પથ્થર લઈને દારૂૂ પીને લોકોને મારવા દોડતો હતો. જેને લઈને અફડા-તફડી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.બાદમાં આ ઈસમ નશાની ફૂલ હાલતમાં રોડ પર આરામથી સુઈ ગયો હતો રાણપુર શહેરની બજારમાં છેલ્લા કેટલાક સમયથી આવી રીતે અવાર-નવાર દારૂૂડિયાઓનો ત્રાસ હોવા છતા પોલીસ જાણે આંખ આડા કાન કરતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે રાણપુર શહેરમાં બેફામ દારૂૂનું વેચાણ થઈ રહ્યું હોય જેના કારણે દારૂૂડિયા દારૂૂ પીને જાહેરમાં આવા દંગલ મચાવતા હોય તેવું પણ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે હાલના સમયમાં મોટાભાગે યુવાનો દારૂૂની લતે ચડી જતા હોવાથી પરિવારોમાં પણ ક્યાંક ને ક્યાંક ગૃહકલેશ અને આર્થિક સંકળામણના પ્રશ્નો ઊભા થાય છે જ્યારે પોલીસ રાણપુરમાં દારૂૂની બદી નાબૂદ કરીને જાહેરમાં દારૂૂ પીને દંગલ કરતા દારૂૂડિયાઓને અંકુશમાં રાખે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.