ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિ
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં રાત્રીનાં સમયે અસામાજીક તત્વો અને દારુડીયાઓ દ્વારા ફરજ પર નાં સ્ટાફ ને હેરાન કરાતો હોય ખાસ કરીને નર્સિંગ સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરાતું હોય મેડીકલ સ્ટાફ દ્વારા એથડીવીઝન પોલીસ ને લેખીત રજુઆત કરાઇ છે.બીજી બાજુ હોસ્પિટલ ની કાર્યરત પોલીસ ચોકી કોઇ પોલીસ સ્ટાફ ફરજ નાં બજાવતો હોય શોભાનાં ગાંઠીયા સાબીત થઈ છે.
મેડિકલ સ્ટાફે રજુઆત માં જણાવ્યું કે હોસ્પિટલ ના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ વર્ગ-ચારના કર્મચારીઓ સાથે અસામાજિક તત્વો ગેરવર્તન કરે છે તથા અભદ્ર વાણી વિલાસ કરે છે. ઘણા અસામાજિક તત્વો અમુક બાબતમાં હથિયાર લઈને આવે છે અને તમામ સ્ટાફ તથા મેડિકલ ઓફિસર્સને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
દરરોજ રાત્રિના સમયે આવારા તત્વો નશાની હાલતમાં ડોક્ટર તથા મહિલા નર્સિંગ સ્ટાફ સાથે વારંવાર અભદ્ર વર્તન તથા વાણી વિલાસ કરે છે.
આ અંગે અગાઉ પણ પોલીસ માં રજુઆત કરાઇ હતી.પરંતુ હજુ સુધી આ બાબતે કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી.વધુમાં સરકારી હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં કોઈ પણ પોલીસ સ્ટાફ હાજર હોતો નથી તો હોસ્પિટલ ખાતે ચોવીસ કલાક પોલીસ સ્ટાફ મુકવા રજુઆત માં જણાવાયું છે.