થાનમાં યુવાનેં દારૂના નશામાં બ્લેડ વડે હાથની નસ કાપી નાખી
વાંકાનેરના તિથવા ગામે પરિણીતાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
થાનમાં આવેલા નવા વાસમાં રહેતા યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે હાથમાં કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં આવેલા નવાવાસમાં રહેતા હિતેન્દ્ર ભરતભાઈ મકવાણા નામનો 24 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે દારૂના નશામાં બ્લેડ વડે પોતાની જાતે હાથ ઉપર કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેરના તિથવા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી સુનિતાબેન દિનેશભાઈ ડામોર નામની 22 વર્ષની પરિણીતાએ મધરાત્રે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.
પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.