For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશામાં ધૂત દારૂડિયા TRB જવાને ‘પોલીસ’ લખેલી કાર પૂર ઝડપે ચલાવી ચાર વાહનોને ટક્કર મારી

12:42 PM Jun 19, 2025 IST | Bhumika
નશામાં ધૂત દારૂડિયા trb  જવાને ‘પોલીસ’ લખેલી કાર પૂર ઝડપે ચલાવી ચાર વાહનોને ટક્કર મારી

નિકોલ પાસે બનાવ, કારમાંથી દારૂની બોટલ મળી : કારમાં બેઠેલા મિત્રો સાથે ચાલક ફરાર

Advertisement

એકતફ સરકાર નશાબંધીના અમલનો દાવો કરી રહી છે, તો બીજીતરફ દારુપીને છાકટા બનેલા લોકો નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકોને ટક્કર મારી રહ્યા છે. નિકોલમાં ગઇકાલે મધરાતે મધરાતે નશામાં ધૂત પૂર્વ ટીઆરબી જવાને પૂર ઝડપે કાર હંકારીને ચાર વાહનો અને લારીને અડફેટે લીધી હતી. જો કે કોેઇ જાનહાનિ થઇ ન હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ઠક્કરનગરમાં રહેતા હે.કોન્સ્ટેબલ રણજીતદાને પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા અને અગાઉ ટીઆરબીમાં નોકરી કરતા જવાન સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી મધરાતે દારુનો નશો કરીને પોતાની કાર પૂર ઝડપે લઇને નિકોલ વિસ્તારમાંથી પસાર થતા હતા જ્યાં નશામાં ધૂત હોવાથી કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા દાસ ખમણ ત્રણ રસ્તા પાસે રોડ ઉપર પાર્ક કરેલા ચાર વાહનો અને લારીને ટકક્કર મારી હતી.

Advertisement

જો કે મધરાત હોવાથી કોઇને જાનહાનિ થઇ ન હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને તપાસ કરતાં આરોપી અગાઉ ટીઆરબીમાં નોકરી ગેર હાજર રહેતો હતો અને ફરજમાં પણ બેદરકારી દાખવતો હોવાથી છૂટો કરી દીધો હતો. સ્થાનિક લોકો તરફથી મળતી માહિતી મુજબ ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું, કારંમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. જો કે ઘટના બનતાં કારમાં સવાર તેના મિત્રો ભાગી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement