દારૂના નશામાં પગથિયા પરથી ગબડી પડેલા મોબાઇલના ધંધાર્થીનું મોત
પોરબંદરમા આવેલી કર્મચારી સોસાયટીમા રહેતા મોબાઇલનાં ધંધાર્થી યુવક દારુનાં નશામા પગથીયા પરથી ગબડી પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરમા આવેલી કર્મચારી સોસાયટીમા રહેતા અને મોબાઇલની દુકાન ધરાવતા રાજેશભાઇ ડાયાભાઇ વાઘ નામનો 40 વર્ષનો યુવાન રાત્રીના પોતાનાં ઘરે હતો. ત્યારે પગાથીયા પરથી ગબડી પડયો હતો. યુવકનુ ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
જયા યુવકનુ સારવાર કારગત નીવડે તે પુર્વે જ યુવાને હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમીક પુછપરછમા રાજેશભાઇ વાઘ એક ભાઇ એક બહેનમા મોટા હતા. અને મોબાઇલની દુકાન ધરાવતા હતા. રાજેશભાઇ વાઘને સંતાનમા એક પુત્ર છે રાજેશભાઇ વાઘ દારુનાં નશામા પગથીયુ ચુકી જતા ગબડી પડતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.