અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી હતી. કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. એન ડીવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે રાત્રે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં BMW કાર ચાલકે દારૂૂ પીધેલી હાલતમાં કારને BRTS રેલિંગ સાથે અથડાવી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સેટેલાઈટ વિસ્તારમાં સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જ્યાં કાર ચાલકે નશામાં ઇછઝજની રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
અકસ્માત સર્જાયો તે સમયે કાર ચાલક દારૂૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. જેણે તેની BMW કાર ઇછઝજની રેલિંગ સાથે અથડાવી દીધી હતી.