ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યા

11:41 AM Sep 15, 2025 IST | Bhumika
Advertisement

પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. પોલીસે આવી કારની તલાશી લેતા કારમાંથી અધિકારી અને ડ્રાઈવર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. કારમાંથી દારુ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મૂળ લુસાડા ગામના રહેવાસી સુભાષ કાનાભાઈ ડાંગર (ઉંમર 29) પોતાના ગામ લુસાડાથી સતાધાર તરફ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ખોરાસા-અણીયાળા વચ્ચે કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની સરકારી ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સુભાષ ડાંગરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં વંથલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સરકારી વાહનની તપાસ કરતા તેમાંથી દારૂૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ વાહન કુતિયાણા પાણી પુરવઠા બોર્ડનું હોવાનું ખુલ્યું હતું. અકસ્માત સમયે વાહનમાં અધિકારી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પાતર અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર હાજર હતા.પોલીસે તાત્કાલિક ધોરણે ડ્રાઈવર અને અધિકારીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યારે મૃતક યુવક સુભાષ ડાંગરના મૃતદેહનો પીએમ માટે ખસેડ્યો હતો.

વંથલી પીઆઇ ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ બંને આરોપીઓની અટક કરવામાં આવી છે. ગાડીમાંથી દારૂૂ પણ મળી આવ્યો છે. બંને પીધેલા પણ હતા અને અકસ્માત પણ સર્જ્યો છે. જેમાં એક યુવાનનું મોત થયું છે જેને લઇ તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :
accidentgujaratgujarat newsmendardaMendarda news
Advertisement
Next Article
Advertisement