જામનગરમાં નશાખોર બાઇકચાલક પોલીસની કાર સાથે અથડાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં દારૂૂનો નાશો કરીને ફુલ સ્પીડમાં આવી રહેલા એક બાઈક ના ચાલકે પેટ્રોલિંગ માટે નીકળેલા મેઘપર પડાણા ના પોલીસ સ્ટાફની કાર સાથે ધડાકા ભેર અકસ્માત કર્યો હતો, જેથી કારના પાછળના કાચ તૂટી ગયા હતા, અને ઇજાગ્રસ્ત પર બાઈક સવારને લાગ્યા હતા. ઉપરાંત કાર અને બાઇકમાં નુકસાની પણ થઈ છે. જે મામલે નશાબાજ બાઈક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે મેઘપર પડાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ અખ્તર ભાઈ હાજીભાઇ નોઇડા તેઓના અન્ય પોલીસ સ્ટાફ સાથે ગઈકાલે જીજે 13 સી.ડી. 8638 નંબરની કારમાં પોલીસ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. -3 એચ.જી. 2147 નંબરના બાઈક ના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જિ દીધો હતો.
જેમાં કારના કાચ તૂટી ગયા હતા, અને બાઈક ચાલકને માથામાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બનીને નીચે પટકાઈ પડ્યો હતો, જયારે કાર અને બાઈક બંને વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. આ અકસ્માતના બનાવ બાદ પોલીસ ટીમે કારમાંથી નીચે ઉતર્યા બાદ સૌપ્રથમ ઇજાગ્રસ્ત બાઈક સવારનું નામ પૂછયું હતું.
જેમાં તેણે પોતાનું નામ નરેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા અને ઉપલેટા તાલુકાના ખીજડીયા ગામનો વતની હોવાનું જણાવ્યું હતું.
બાઇક સવાર પોતે દારૂૂનો નશો કરેલી હાલતમાં પણ હોવાથી પોલીસે બાઇક સવાર નરેન્દ્રસિંહ ચુડાસમા સામે દારૂૂનો નશો કરીને બેદરકારી પૂર્વક વાહન ચલાવી પોતાના હસ્તકની કારમાં પણ નુકસાની પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.